થાણેમાં તીનહાથ નાકા નજીક કારમાં લાગી અચાનક આગ, વીડિયો વાઈરલ

મુંબઈઃ થાણેના તીન હાથ નાકા તરફ જતા લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર ગઈ કાલે આજે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ મારુતિ સુઝુકી કારનો “ઘ બર્નિગ કાર” જોવા મળી હતી. કારમાં આગ લાગવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આપણ વાંચો: મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગમાં રાખ થઇ, જુઓ વીડિયો
થાણેના પાચપખાડી મારુતિ મંદિરની સામે, લાલ બહાદુર શાસ્ત્રી રોડ, તીન પેટ્રોલ પંપ, નૌપાડા, થાણે (પશ્ચિમ) પર અવધૂત કામતની માલિકીની એક કાર તીન પેટ્રોલ પંપથી તીન હાથ નાકા તરફ જઈ રહી હતી ત્યારે તીન પેટ્રોલ પંપ નજીક આવતાં કારમાં અચાનક આગ લાગી હતી. કારનો ડ્રાઈવર અજાણ્યો હોવાથી તે ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ, શહેર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ઘટનાસ્થળે કારમાં લાગેલી આગને કાબુમાં લીધી. કારમાં આગ લાગતા જ ડ્રાઇવર કારમાંથી બહાર નીકળી ગયો હતો. “ધ બર્નિંગ કાર”ને જોવા માટે સ્થાનિકોની મોટી ભીડ રસ્તા પર એકઠી થઈ હતી.