આમચી મુંબઈ

જે.જે. હૉસ્પિટલમાં આ વર્ષે ન્યુરોલોજી કોર્સમાં પ્રવેશ રદ કરવાનો નિર્ણય

જે. જે. હૉસ્પિટલ અને એનએમસીને નોટિસ

મુંબઈ: જે. જે. હૉસ્પિટલમાં આ વર્ષે ડોક્ટરેટ ઑફ મેડિસિન (ન્યુરોલોજી) એટલે કે ડીએમ ન્યુરોલોજી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ રદ કરવામાં આવ્યો છે અને નિવાસી ડૉક્ટરે તેની સામે બોમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે. નિવાસી તબીબોની વાત સાંભળ્યા બાદ કોર્ટે જે.જે. હૉસ્પિટલ પ્રશાસન અને નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ને નોટિસ મોકલવામાં આવી છે. જે.જે. હૉસ્પિટલમાં ડીએમ ન્યુરોલોજી કોર્સ માટે બે બેઠકો મંજૂર કરવામાં આવી હતી. ગત વર્ષે હૉસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા ડીએમ ન્યુરોલોજી કાઉન્સેલિંગ માટે સીટ મેટ્રિક્સ ભરતી વખતે બેને બદલે ત્રણ બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરિણામે ગત વર્ષે આ કોસ માટે ત્રણ ડૉકટરોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. હૉસ્પિટલ પ્રશાસનની આ ભૂલને કારણે એનએમસીએ આ વર્ષે હૉસ્પિટલમાં ડીએમ ન્યુરોલોજી કોર્સની બેઠકો પર પ્રવેશ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેથી, આ વર્ષે કોઈ પણ રેસિડેન્ટ ડૉક્ટર ડીએમ ન્યુરોલોજી કોર્સ પૂર્ણ કરી શકશે નહીં. જે.જે. હૉસ્પિટલની ભૂલની અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. આથી રેસિડેન્ટ ડૉક્ટરે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બોમ્બે હાઈ કોર્ટે બુધવારે રેસિડેન્ટ ડૉક્ટરોનો પક્ષ સાંભળી, જે.જે. હૉસ્પિટલ અને એનએમસીને ૧૦ દિવસમાં પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ મોકલવી હોવાની માહિતી એડવોકેટ કાન્હેરેએ આપી હતી.

આ અરજીમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર એનએમસીએ ગયા વર્ષે વધારાના એડમિશન માટે આ વર્ષે એક સીટ કેન્સલ કરી છે. પરંતુ પંચે બંને બેઠકો રદ કરીને માર્ગદર્શિકા અને બંધારણ વિરૂદ્ધ નિર્ણય લીધો છે. તેથી, નિવાસી ડૉક્ટરે આ અરજીમાં વિનંતી કરી છે કે વર્તમાન શૈક્ષણિક વષે ૨૦૨૩-૨૪ માટે ઓછામાં ઓછી એક બેઠક ફાળવવામાં આવે. એનએમસીના આ નિર્ણયને કારણે જે. જે. હૉસ્પિટલમાં ડૉકટરોની અછત રહેશે. ઉપરાંત, દર્દીની સંભાળ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેથી આ માટે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા અને તેને સખત સજા કરવા કોર્ટને અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button