મનોરંજન

શ્રદ્ધા કપૂરે હવે કોની સાથે ફ્લાઈટમાં કરી મુસાફરી, કોણ છે સિક્રેટસ્ટાર

સ્ત્રી ફેમ શ્રદ્ધા કપૂર તેની ફિલ્મને લઈ વધુ લાઈમલાઈટમાં આવી છે ત્યારે તેના હ્યુમર્ડ બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં તે ફ્લાઈટમાં તેના ફ્રેન્ડ સાથે જોવા મળતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં જ તેના કથિત બોયફ્રેન્ડ લેખક રાહુલ મોદી સાથે અમદાવાદમાં એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી. આજે ફ્લાઇટમાં એકબીજાની નજીક બેઠેલા લવબર્ડ્સની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વાયરલ થયેલી તસવીરોમાં શ્રદ્ધા અને રાહુલ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતાં.

‘સ્ત્રી 2’ ફેમ અભિનેત્રી કોર્નરની સીટ પર બેઠેલી જોઈ શકાય છે, જ્યારે રાહુલ તેની બાજુની વચ્ચેની સીટ પર છે. બંને વાતચીતમાં વ્યસ્ત છે. શ્રદ્ધા સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને સફેદ સ્નીકરમાં સુંદર દેખાતી હતી, તેના વાળ અવ્યવસ્થિત બનમાં પાછળ બાંધેલા હતા. બીજી તરફ, રાહુલે બ્લેક પેન્ટ સાથે ફુલ-સ્લીવ ટી-શર્ટ પહેર્યું હતું.

વાઈરલ તસવીરો શ્રદ્ધાના ફેન પેજ એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી, જોકે, બાદમાં તેને ડિલીટ કરી દેવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ શ્રદ્ધાએ લગ્નની ઝલક આપી હતી. એક ફોટોમાં તે હાથમાં ગોલ ગપ્પા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે લગ્નમાં કુલ્લડ ચાની પણ મજા માણતી જોવા મળી હતી.

આ પણ વાંચો : શ્રદ્ધા કપૂરે નવરાત્રિના પહેલા દિવસે કરી ઉજવણીઃ ચાહકોને પાઠવી શુભેચ્છાઓ

રેડિટ પર બીજો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં શ્રદ્ધાને સુરક્ષા વચ્ચે રાહુલ સાથે લગ્નમાં જતી જોઈ શકાય છે. આ અગાઉ શ્રદ્ધા અને રાહુલ 20 ફેબ્રુઆરીના ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ગયા વર્ષે અંબાણી ઈવેન્ટમાં તેઓ એક સાથે હાજરી આપતા જોવા મળ્યા હતા ત્યારથી શ્રદ્ધા અને રાહુલની અફેરની ચર્ચામાં રહી છે. જોકે, બંનેએ હજી સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. શ્રદ્ધા અને રાહુલ કથિત રીતે 2023ની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના સેટ પર મળ્યા હતા. તેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગર પ્રિ-વેડિંગ પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂરે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને અન્ય સાથે 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક ‘સ્ત્રી 2’ માં અભિનય કર્યો હતો. ત્યાર પછી હવે સુપરનેચરલ થ્રિલર ‘નાગિન’માં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button