આમચી મુંબઈ

રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત: રાજકીય અટકળો તેજ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના પિત્રાઈ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુંબઈ એક લગ્ન સમારંભમાં મુલાકાત થઈ હતી અને તેને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને ભાઈઓ મહારાષ્ટ્રની આગામી મનપા ચૂંટણીઓ પહેલાં રાજકીય વિરોધાભાસને દફનાવીને સાથે આવી શકે છે.

Also read : એકનાથ શિંદેને બીજો ફટકો! મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકીય હલચલ વધી…

અંધેરીમાં રવિવારે સાંજે એક સરકારી અમલદાર મહેન્દ્ર કલ્યાણકરના પુત્રના લગ્નમાં બંને સાથે જોવા મળ્યા હતા.
મનસેના રાજ ઠાકરે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેમની પત્ની રશ્મી ઠાકરેને મળ્યા હતા. આ મુલાકાત રાજ્યની સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડીમાં મતભેદોની અટકળો વચ્ચે થતાં રાજકીય ગરમાટો વધી ગયો હતો.

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે રાજ્યની પાલિકા ચૂંટણીઓ પહેલાં બંને પાર્ટીઓ તેમની વચ્ચેના મતભેદો ભૂલી જાય એવી શક્યતા જોવાઈ રહી છે. ખાસ કરીને મુંબઈ મનપાની ચૂંટણી આવી રહી છે.

Also read : પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી, તેની ગેન્ગ સામે એમસીઓસીએ લગાવશે…

છેલ્લા બે મહિનામાં બંને ભાઈઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત થઈ છે. આને કારણે બંને પાર્ટી વચ્ચે મનમેળ થવાની અટકળો વધુ તેજ બની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button