મુંબઈ સ્થિત ફોર્ટના જાણીતા ‘ZARA’ના સ્ટોરને લાગ્યા તાળાં?

મુંબઈઃ સ્પેનિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ ઝારાએ આજે દક્ષિણ મુંબઈમાં ૧૧૦ વર્ષ જૂની ઈસ્માઈલ બિલ્ડિંગમાં આવેલો તેનો ફ્લેગશિપ સ્ટોર બંધ કર્યો છે. હેરિટેજ-પ્રોપર્ટીમાં સામેલ અને મુંબઈના હાર્દસમા વિસ્તાર ફોર્ટના એરિયામાં લગભગ ૫૧,૩૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલ ઝારાનો સ્ટોર મુંબઈગરા જ નહીં, પરંતુ વિદેશી પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર હતો.
આ સ્ટોરનું સંચાલન ઈન્ડિટેક્સ ટ્રેન્ટ દ્વારા કરવામાં આવતું હતું, જે સ્પેનના ઈન્ડિટેક્સ અને ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ હતો, જ્યારે આ ભાગીદારી મારફત ભારત સ્થિત ઝારાના તમામ આઉટલેટ્સનું સંચાલનની હતી.
આ પણ વાંચો: ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીએ મધ્ય પ્રદેશના કર્યા ભરપેટ વખાણ, વાંચો શું કહ્યું?
ઝારાએ બિલ્ડિંગના માલિક સુપારીવાલા એક્સપોર્ટ્સ સાથે ભાડાં પેટે વાર્ષિક રૂ. ૩૦ કરોડના લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. દર મહિને રૂ. ૪૫૦ પ્રતિ ચોરસ ફૂટના ભાવે નક્કી થયેલા આ સોદામાં પાંચ વર્ષના ‘લોક-ઇન પિરિયડ’ સાથે ૧૫ વર્ષની લીઝનો સમાવેશ થાય છે. જોકે, ફોર્ટમાં આઇકોનિક સ્ટોરનું બંધ થવું એ ઝારા અને દક્ષિણ મુંબઈના રિટેલ લેન્ડસ્કેપ બંને માટે એક મોટા ફેરફારનો નિર્દેશ કરે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે દક્ષિણ મુંબઈના ફોર્ટ એરિયામાં ઈસ્માઈલી બિલ્ડિંગ લગભગ એક સદી જૂની છે. અહીંની બિલ્ડિંગનું નામ ઈસ્માઈલ યુસુફ ટ્રસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે મૂળ તેના માલિક હતા. ટ્રસ્ટના સ્થાપકો અંગ્રેજોના જમાનામાં મુંબઈના અગ્રણી જમીનમાલિકો હતો અને મુંબઈની અનેક વારસાગત બિલ્ડિંગના માલિક પણ હતા.