સ્પોર્ટસ

Hardik Pandyaને આ ચાલુ મેચ દરમિયાન કોણે કરી ફ્લાઈંગ કિસ…

ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને આ મેચના હીરો હતા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી. ગઈકાલે પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યા અલગ જ ફોર્મમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ખાતે રમાઈ હતી અને આ મેચ દરમિયાન જ કંઈક એવું થઈ ગયું કે બધાનું ધ્યાન હાર્દિક પંડ્યા અને હાર્દિકની સો કોલ્ડ લેડી લવ જેસ્મિન વાલિયાની લવ સ્ટોરી ચર્ચામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને આ વાઈરલ વીડિયો વિશે જણાવીએ-

હાર્દિક પંડ્યા અને જેસ્મિન વાલિયાનું નામ લાંબા સમ.થી એકબીજા સાથે જોડીને જોવાઈ રહ્યું છે, પણ બંને જણે આ બાબતે ચૂપકીદી સેવી છે. વાત જાણે એમ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જેસ્મિન સ્ટેન્ડમાંથી હાર્દિક પંડ્યાને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ આ વીડિયોને પોતાની નજરે જોઈ રહ્યો છે.

ફેન્સે સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોને જોઈને હેશટેગ બનાવવાનું શરૂ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ જેસ્મિન વાલિયાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને ત્યાર બાદ જ લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે જેસ્મીન અને હાર્દિક એક જ જગ્યાએ વેકેશન મનાવી રહ્યા છે. પરંતુ તેની સાથે ફોટો શેર કરતાં ખચકાઈ રહી છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ બાબરની વિકેટ લઈને રચ્યો ઇતિહાસ…

ગયા વર્ષે હાર્દિક પંડ્યા ગ્રીસમાં હતો અને એ જ સમયે જેસ્મિન પણ ત્યાં હતી. આ ઘટના બાદથી જ સોશિયલ મીડિયા પર બંને જણના અફેયરની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. વાત કરીએ તો ભારત-પાકિસ્તાન મેચની તો દુબઈમાં જેસ્મિન પણ આ મેચ જોવા પહોંચી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના શાનદાર પર્ફોર્મન્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધા હતા. જેસ્મિન પણ આ મેચ જોવા માટે સફેદ ટોપમાં પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે જેસ્મિન હાર્દિકના પર્ફોર્મન્સથી ખુશ થઈને ફ્લાઈંગ કિસ આપી રહી હતી ત્યારે તે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાર્દિકની સાચી શુભચિંતક છે અને સપોર્ટર છે તો વળી બીજા એક યુઝરે આ પ્રકારના વીડિયો પોસ્ટ નહીં કરવા જેવી સૂફિયાણી સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button