IND VS PAK: આફ્રિદી અને અબરારની ‘હરકત’ને લઈ પાકિસ્તાન ‘ટીકા’નો ભોગ બન્યું
પાકિસ્તાનની ટીમ માટે 'લૂઝર્સ લૂઝર્સ'ના પણ લાગ્યા હતા, અકરમે કોનો લીધો ક્લાસ?

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લીધો છે, જ્યારે આ જીતની સાથે ભારતીય ખેલાડીઓનો જુસ્સો આસમાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સદી ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. 111 બોલમાં 100 રન બનાવીને કોહલી નોટ આઉટ રહ્યો હતો, જ્યારે ભારતને વિરાટ વિજય અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ રવિવારની મેચમાં શાહીન આફ્રિદી (વિરાટ કોહલી માટે) અને અબરાર અહમદ (શુભમન ગિલ સાથે)ની હરકતને લઈ પાકિસ્તાનના ક્રિકેટર્સે પણ ખેલાડીઓના વર્તનની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો: IND VS PAK: પાકિસ્તાનને હરાવ્યા પછી BCCIના અધિકારીએ કોહલી માટે શું કહ્યું, જાણો?
વિરાટ કોહલી જ્યારે સેન્ચુરી નજીક હતો ત્યારે શાહીન આફ્રિદીએ વાઈડ ફેંકી રહ્યો હતો. જોકે, કોહલીએ ધીરજ ગુમાવ્યા વિના સદી કરી હતી, પરંતુ શાહીન આફ્રિદીએ 41મી ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 225 રન હતો. ભારતને જીત માટે 17 જોઈતા હતા, જ્યારે કોહલીને સદી માટે 13 રન જોઈતા હતા. 42મી ઓવરમાં શાહીન આફ્રિદી બોલિંગમાં આવ્યો ત્યારે એકસાથે ત્રણ વાઈડ ફેંક્યા હતા, ત્યારે ચાહકો પણ ચીડાયા હતા. સ્ડેડિયમમાં શાહીન અને પાકિસ્તાનની ટીમ માટે લૂઝર્સ લૂઝર્સના નારા પણ લાગ્યા હતા. શાહીન આ મુદ્દે હસ્યો હતો, જ્યારે વિરાટે પણ શાહીનને જોઈ ત્યારે હસવા લાગ્યો હતો.
LOSER LOSERS CHANTS IN STADIUM AS SHAHEEN AFRIDI BOWLS WIDE BALL. pic.twitter.com/wBI10bRKoT
— JACK. (@VKx76) February 23, 2025
દરમિયાન 43મી ઓવર પછી ચાર રન જોઈતા હતા, ત્યારે ખુશદિલ શાહની ઓવરમાં વિરાટે એક રન લીધો હતો, જ્યારે અક્ષર પટેલે બીજા બોલમાં એક રન લીધો હતો, ત્યારે જીતવા માટે બે રન જોઈતા હતા, પરંતુ વિરાટે ચોગ્ગો ફટકારીને ભારતને જીતાડ્યું હતું. ભારતની જીત સાથે વિરાટની સદીને લઈ સ્ટેડિયમના ચાહકો ઝૂમી ઊઠ્યા હતા, જ્યારે કરોડો ચાહકોએ પણ ભારતની જીતને વધાવી હતી.
દરમિયાન પાકિસ્તાની બોલર અબરાર અહમદના રિએકેશનની પણ લોકોએ ટીકા કરી હતી. ભારતની ઇનિંગમાં અબરાર અહમદે વિકેટ લીધા પછી અલગ જ અંદાજમાં અબરારે મોંઢું હલાવીને રિકેશન આપ્યું હતું. અબરારે ગિલના બેલ્સ ઉડાવી દીધા એની જરાય ખબર પડી નહોતી. આક્રમક ગિલને બોલ ક્યાંથી ક્યાં જતો રહ્યો એની કોઈ ખબર પડી નહોતી, જ્યારે તે પણ બોલ બેલ્સને ઉડાવી દેવાની એક પળને જોતો રહ્યો હતો. વિકેટ ઝડપ્યા પછી અબરારની હરકત ચોંકાવનારી હતી, જ્યારે તેની ટીકા પણ લોકોએ કરી હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમે કહ્યું હતું કે સમય અને સ્થળ હોય તો જીતની ઉજવણી કરી લો એની કોઈ સમસ્યા નથી. પણ તમે મુશ્કેલીમાં હો અને વિકેટ મળતી ના હોય ત્યારે વિનમ્ર રહો. વિકેટ મેળવ્યા પછી જે રીતની હરકત કરી હતી એ સારું લાગતું નહોતું.