Champions Trophy 2025

‘તું નસીબદાર છો કે પાકિસ્તાને તારી વિરુદ્ધ ફરિયાદ ન કરી’: ગાવસકરે કોહલીને વખોડતાં આવું કેમ કહ્યું?

દુબઈ: વિરાટ કોહલીએ રવિવારે અણનમ 100 રન બનાવવાની સાથે વિક્રમી 51મી સેંચુરી ફટકારી એ બદલ પાકિસ્તાન સામે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક મૅચ જીતી તો ગયું, પણ વિરાટની એક ભૂલને લીધે ભારત કદાચ હારી ગયું હોત અને એ બ્લન્ડર બદલ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે કોહલીને વખોડ્યો છે.

એ અસાધારણ ઘટના વખતે ગાવસકર કોમેન્ટેરી-બૉક્સમાં હતા. તેઓ કોહલી પર એક ભૂલ બદલ ખૂબ નારાજ હતા. સનીના મતે કોહલીએ એ ભૂલ અપરિપકવ ખેલાડીથી થાય એ રીતે કરી હતી જેને લીધે કોહલીએ હાફ સેન્ચુરી પહેલાં જ વિકેટ ગુમાવી દીધી હોત.

આ પણ વાંચો: `કિંગ કોહલીની એવી શું મજબૂરી હતી? સચિન પાસેથી શીખવું જોઈતું હતું’: ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં રોષ

આ ઘટના વખતે 242 રનના લક્ષ્યાંક સામે ભારતનો સ્કોર 116/2 હતો અને વિરાટ 42 રને બૅટિંગ કરી રહ્યો હતો તેમ જ શ્રેયસ ઐયર થોડી ક્ષણ પહેલાં જ ક્રીઝમાં આવ્યો હતો.

કોહલીએ ફાસ્ટ બોલર હૅરિસ રઉફના બૉલને કવર અને પોઇન્ટ તરફ મોકલીને ઝડપથી રન દોડવાનું શરૂ કર્યું હતું. કોહલી રનઆઉટના પ્રયાસમાં સલામત રીતે નોન-સ્ટ્રાઇક એન્ડ પર પહોંચી તો ગયો, પણ થ્રો કરવામાં આવેલા બૉલને તેણે વાંકા વળીને હાથથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જે નિયમની વિરુદ્ધ કહેવાય. જોકે ત્યારે પાછળ કોઈ ફીલ્ડર નહોતો.

આ પણ વાંચો: કોહલીએ નસીમ શાહનો કૅચ પકડ્યો એટલે પચીસ વર્ષ જૂનો ભારતીય વિક્રમ તૂટ્યો!

કોહલી જેવો અનુભવી પ્લેયર આવું કૃત્ય કરે એ ગાવસકરને જરાય ન ગમ્યું. જો પાકિસ્તાનની ટીમે ‘બૉલને અવરોધવાનો પ્રયત્ન’ એ નિયમ હેઠળ અમ્પાયરને વિરાટની વિકેટ માટે અપીલ કરી હોત તો અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત.

ગાવસકરે કોમેન્ટરી બૉક્સમાંથી કહ્યું, ‘ભલે થ્રો થયેલો બૉલ કલેકટ કરવા માટે વિરાટની પાછળ કોઈ ફીલ્ડર નહોતો, પણ વિરાટે બૉલને રોકવાનો પ્રયાસ કરવાની જરૂર જ નહોતી. તે નસીબદાર હતો કે કોઈએ ત્યારે ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ બૉલ’ની અપીલ નહોતી કરી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button