આગામી મહિનામાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો નવી અપડેટ…
ગુજરાત સહિત છ રાજ્યનાં પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીઓ જે. પી. નડ્ડા સંભાળી રહ્યા છે, જો કે તેમની પાસે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રીની પણ જવાબદારીઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી દ્વારા આગામી મહિને જ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજી શકે છે.
Also read : ‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં જ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને લંબાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે અને તે માટે જ 12 રાજ્યોમાં પાર્ટી અધ્યક્ષ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં વધુ 6 રાજ્યોના પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે.
કેમ થયો આટલો વિલંબ?
લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો, જો કે તે સમયે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તેમને આ પદ પર યથાવત રાખવામાં આવ્યા હતા. જો કે બાદમાં પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીના સમયમાં પણ કોઇ કામગીરી થઈ શકી નહોતી. ત્યારબાદ તાજેતરમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ જે. પી. નડ્ડાના જ કાર્યકાળમાં પૂર્ણ થઈ. જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.
Also read : USAID એ 2024માં ભારતને કેટલું આપ્યું ફંડ? નાણા મંત્રાલયના રિપોર્ટમાં થયો ખુલાસો
શું છે નિયમ?
નિયમો અનુસાર રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થાય તે પહેલાં ઓછામાં ઓછા 50 ટકા રાજ્યના એકમોએ તેમની સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ કરવી પડશે. અત્યાર સુધીમાં 12 રાજ્યોએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ કરી દીધી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકાય છે. અલબત્ત, ટૂંક સમયમાં વધુ 6 રાજ્યોના પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે.