ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી નોટો બહાર પાડશે RBI…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો અને ન્યુઝ વાઈરલ થતાં હોય છે આવા જ એક ન્યુઝ હાલમાં વાઈરલ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે. આ સાથે સાથે જ કેટલાક અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની નોટ પર રામ મંદિરનો ફોટો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો ફોટો કે પછી ઉદ્યોગપતિ રતન ટાટાનો ફોટો છાપવામાં આવશે, પરંતુ આ તમામ દાવા તો આરબીઆઈ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આવો જોઈએ હવે 150 રૂપિયાની નોટ બાબત આરબીઆઈ શું કહે છે એ-
સોશિયલ મીડિયા પર હાલમાં એક નોટ વાઈરલ થઈ રહી છે જે 150 રૂપિયાની છે અને દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ 150ર રૂપિયાની નવી નોટ માર્કેટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ બાબતે આરબીઆઈ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કંઈને કંઈ વાઈરલ થઈ જતું હોય છે.
આ પણ વાંચો : 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…
150 રૂપિયાની આ નવી નોટને લઈને એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં 150 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે, પરંતુ જ્યારે આ બાબતે પૂરતી તપાસ કરવામાં આવી હતી ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ વાઈરલ થયેલી નોટ એકદમ વાઈરલ છે અને તે એડિટેડ છે. આરબીઆઈ દ્વારા 150 રૂપિયાની નવી નોટનો આવો કોઈ સેમ્પલ બહાર પાડવામાં નથી આવ્યો એટલે આ નોટ એકદમ બનાવટી છે અને એના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે 500 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે જેના પર દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાજીનો ફોટો છાપવામાં આવશે. આ સિવાય 500 રૂપિયાની નોટ પર રામ મંદિર અને ભગવાન રામનો ફોટો છાપવામાં આવશે, એવો દાવો પણ અનેક વખત કરવામાં આવ્યો હતો, પરંતુ આરબીઆઈ દ્વારા આ તમામ દાવા નકારી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…
વાત કરીએ 150 રૂપિયાની નોટને લઈને તો આરબીઆઈ દ્વારા હજી સુધી આવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી કે ન તો આ દાવાને નકારી કાઢતી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે. જોઈએ હવે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય આવ્યે જ ખ્યાલ આવશે.