એ મારો પહેલો પ્રેમ છે… કોના માટે કહ્યું અભિષેક બચ્ચને? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું, કારણ કે લાંબા સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન એકબીજાથી દૂર દૂર રહે છે અને સાથે દેખાવવાનું ટાળે છે. આ બધા વચ્ચે અભિષેક બચ્ચનનો એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યું છે જેમાં અભિષેક પોતાના પહેલાં પ્રેમ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ ઐશ્વર્યા સાથેના ડિવોર્સની અફવાઓ વચ્ચે અભિષેક કોના વિશે વાત કરી રહ્યો છે-
આ પણ વાંચો: અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ
અભિષેક બચ્ચન અવારનવાર પોતાના બાળપણના કિસ્સાઓ વિશે વાત કરતો જોવા મળે છે અને તેણે આવા જ એક કિસ્સા દરમિયાન પોતાના પહેલાં પ્રેમ વિશે જણાવ્યું હતું. અભિષેકે જણાવ્યું હતું કે બાળપણમાં તે પિતા અમિતાભ બચ્ચન સાથે તેમની ફિલ્મોના સેટ પર જતાં હતા અને તે ત્યાં ખૂબ જ મજા કરતો હતો. અભિષેકે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે ઝિન્નત અમાન એ મારો પહેલો પ્રેમ હતો. અહીંયા તમારી જાણ માટે કે અમિતાભ બચ્ચન અને ઝિન્નત અમાને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

અમિતાભ અને ઝિન્નતે અનેક ફિલ્મોમાં સાથ કામ કર્યું છે અને એ સમયે અભિષેક પણ તેમની ખૂબ જ ક્લોઝ આવી ગયો હતો અને એમને પ્રેમ કરવા લાગ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ, ભોલા-ભાલા બાળકો પણ શું સવાલ કરે છે, ઝિન્નતજીનો જવાબ કમાલ બોલ્ડ… બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઝિન્નત જી રોક્સ.. આ ઉપરાંત અનેક યુઝર્સ આ વીડિયો પર હસવાના સ્માઈલી પોસ્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન હાલમાં પોતાની આગામી ફિલ્મ હાઉસફૂલ-5નું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય પણ તેની પાસે અનેક બીજા પ્રોજેક્ટ છે, જેના વિશે તે સોશિયલ મીડિયા પર માહિતી આપતા રહે છે. વાત કરીએ ઝિન્નત અમાનની તો તે તેઓ પણ સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે અને કંઈકને કંઈક પોસ્ટ કરતી રહી છે. તેમની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થતી હોય છે.
તમે પણ અભિષેક બચ્ચનનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને તમારું શું કહેવું છે એ જોઈ લો…