ઈલોન મસ્કની નાગરિકતા જોખમમાં! આ કારણે રદ થઇ શકે છે પાસપોર્ટ

ઓટાવા: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ (Donald Trump) બન્યા બાદ ઘણા દેશો સાથે અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી છે, ખાસ કરીને અમેરિકાના પાડોશી દેશો ટ્રમ્પની નીતિઓ અને નિવેદનોથો નારાજ છે. વર્ષોથી મિત્ર રહેલા અમેરિકા-કેનેડા સંબંધો (US-Canada Realrion) પણ સતત વણસી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51નું રાજ્ય બનાવવાની વાત કરી ચુક્યા છે, તેમના વિશ્વાસુ સાથી ઈલોન મસ્ક (Elon Musk) પણ આ બાબતે સમર્થન આપી ચુક્યા છે. હવે કેનેડામાં ઈલોન મસ્ક વિરુદ્ધ પગલા ભરવાની તૈયારી કરી રહ્યું છે.
કેનેડિયન સાંસદની પીટીશન:
કેનેડા ઈલોન મસ્કની નાગરિકતા રદ કરે તેવી શક્યતા છે. હાલ ઈલોન પાસે ત્રણ દેશ અમેરિકા, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની નાગરિકતા છે. કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી(NDP) પાર્ટી સાંસદ ચાર્લી એંગસે માંગ કરી છે કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ઈલોન મસ્કની બેવડી નાગરિકતા અને કેનેડિયન પાસપોર્ટ રદ કરે. ઈલોન મસ્કની કેનેડિયન નાગરિકતા રદ કરવા સરકાર પર દબાણ લાવવા માટે, એંગસે એક ઈ-પિટિશન શરૂ કરી છે, જેમાં સરકારને જલ્દીથી નિર્ણય લેવા માટે અપીલ કરવામાં આવી છે.
Also read: ટ્રમ્પનું ઈલોન મસ્ક સાથે ઈન્ટરવ્યું, ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જની મજાક ઉડાવી
મસ્ક પર ગંભીર આરોપ:
ઈ-પિટિશનમાં મસ્ક પર ટ્રમ્પ વહીવટમાં રહેતા કેનેડિયન ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે પોતાના પૈસા અને શક્તિનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પીટીશનમાં કહેવામાં આવ્યું કે મસ્ક કેનેડાના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તે હવે એક વિદેશી સરકારનો સભ્ય બની ગયો છે, જે કેનેડાની સાર્વભૌમત્વને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. મસ્ક અવારનવાર કેનેડિયન રાજકારણ પર ટિપ્પણી કરતા રહે છે. તેમણે X પર કન્ઝર્વેટિવ નેતા પિયર પોઇલીવરેને સમર્થન જાહેર કર્યું અને ટ્રુડોને ખરાબ નેતા ગણાવ્યા છે.