સુરત

Surat Accident: કારની ટક્કરે સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

કાર ચાલકે બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ ગયાનો કર્યો દાવો

Latest Surat News: સુરતના લસકાણા ચાર રસ્તા પાસે કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તબીબોઓએ મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

કાર ચાલકે બે બાઈકને અડફેટે લીધા
સુરત શહેરના કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા રાજેશ ગજેરા (ઉ.વ35) અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ કોઈ કામ નીકળ્યા હતા. દરમિયાન લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક મહેશ લાઠીયા (ઉ.વ.48)ને પણ કારે અડફેટે લીધા હતા.

બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલ્ટી ખાઈને ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારા ફરતી બંને યુવકોના ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું.

આ પણ વાંચો…ફેમિલી પ્લાનિંગઃ ગુજરાતમાં 1000 મહિલાએ માત્ર આટલા પુરુષ જ કરાવે છે નસબંધી

કારચાલકે અકસ્માત કર્યા બાદ બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક અકાઉન્ટની નોકરી કરતો અર્જુન વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયાનું કારચાલકનો દાવો
આ અકસ્માત બાદ કારચાલકને કારમાંથી બહાર કાઢીને લોકોએ લસકાણા પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારચાલક અર્જુન વિરાણીએ ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને પોલીસે તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button