વેપારશેર બજાર

અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા શેરબજારમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી માર્કેટમાં ઘટાડો થઈ રહ્યો છે. જેની અસર વિશ્વના અને ભારતીય ધનકુબેરો પર પણ થઈ છે, તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ઇલોન મસ્કથી લઈ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણી પણ તેમાં સામેલ છે. ટૉપ-10ના લિસ્ટમાં માત્ર બર્નાર્ડ અર્નાલ્ટની જ સંપત્તિમાં વધારો થયો છે. સૌથી વધુ ઘટાડો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કની નેટવર્થમાં થયો છે. માત્ર 24 કલાકમાં જ મસ્કની નેટવર્થમાં 11.9 અબજ ડૉલર (1 લાખ કરોડથી વધુ રૂપિયા)નો ઘટાડો થયો છે. તેમની સંપત્તિ હવે 385 અબજ ડૉલર થઈ ગઈ છે.

વિશ્વના ટોચના 10 ધનાઢ્યમાં સામેલ અને બીજા નંબરએ આવતા ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને પણ તગડો ફટકો લાગ્યો છે. તેમની નેટવર્થમાં 2.87 અબજ ડૉલર (33,533 કરોડ રૂપિયા)નું ધોવાણ થયું છે અને હવે ઘટીને 241 અબજ ડૉલર થઈ ગઈ છે. આ ઉપરાંત અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસને પણ 5.81 અબજ ડૉલર (આશરે 50,343 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે.

વિશ્વના પાંચમા નંબરના ધનિ લેરી એલિસનને પણ 8.03 અબજ ડૉલર (આશરે 69,492 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને 1 અબજ ડૉલરની ખોટ ગઈ છે અને નેટવર્થ ઘટીને 168 અબજ ડૉલર થઈ ગઈ છે.

એશિયાના ટોચના ઉદ્યોગપતિ અને સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ 24 કલાકમાં થયેલા નુકસાનથી બાકાત રહ્યા નથી. મુકેશ અંબાણીને 24 કલાકમાં 415 મિલિયન ડૉલર (લગભગ 3,595 કરોડ રૂપિયા) નું નુકસાન થયું છે, તેમની સંપત્તિ ઘટીને 87.3 અબજ ડૉલર થઈ ગઈ છે. આ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક લોકોની યાદીમાં 17મા ક્રમે આવી ગયા છે.

આ પણ વાંચો…શિવ ને શક્તિનું મિલન એટલે મહાશિવરાત્રી

વિશ્વના ધનવાનોના લિસ્ટમાં સામેલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પણ તગડો ફટકો લાગ્યો છે. તેની નેટવર્થમાં 24 કલાકમાં 1.41 અબજ ડૉલર (આશરે 12217 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે અને ટૉપ 20થી બહાર ફેંકાઈ ગયા છે અને 23માં ક્રમે પહોંચી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button