ખુલતાની સાથે જ શેરબજારમાં મોટો કડાકો; સેન્સેક્સ 75,000 પોઈન્ટથી નીચે ખુલ્યો

મુંબઈ: અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજાર (Indian Stock Market) મોટા ઘટાડા સાથે ખુલ્યું. આજે સોમવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 417.61 પોઈન્ટના ઘટાડા સાથે 74,893.45 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 186.55 પોઈન્ટના ઘટાડા સાથે 22,609.35 પોઈન્ટ પર ખુલ્યો.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ગ્રિન સિગ્નલમાં ખુલ્યો હતો, જ્યારે અન્ય તમામ 29 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. એ જ રીતે, નિફ્ટની 50 માંથી માત્ર 1 કંપનીના શેર ગ્રીન ઝોનમાં વધારા સાથે ખુલ્યો અને બાકીની 49 કંપનીઓના શેર રેડ ઝોનમાં નુકસાન સાથે ખુલ્યા.
આજે, સેન્સેક્સની કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર એકમાત્ર એવો શેર હતો જે 0.46 ટકાના વધારા સાથે ખુલ્યો, જ્યારે ઝોમેટોના શેર સૌથી વધુ 1.89 ટકાના ઘટાડા સાથે ખુલ્યો.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, USAID ના 2000 કર્મચારીની કરી છટણી
આ ઉપરાંત, આજે HCL ટેકના શેર 1.56 ટકા, પાવરગ્રીડ 1.41 ટકા, ટેક મહિન્દ્રા 1.23 ટકા, NTPT 1.00 ટકા, TCS 0.94 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.92 ટકા, ઈન્ફોસિસ 0.83 ટકા, ટાઇટન 0.76 ટકા, HDFC બેંક 0.75 ટકા, ટાટા મોટર્સ 0.65 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.63 ટકા, ટાટા સ્ટીલ 0.53 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.49 ટકા, ITC 0.49 ટકા, બજાજ ફિનસર્વ 0.47 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.44 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.43 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.39 ટકા, એક્સિસ બેંક 0.33 ટકા, બજાજ ફાઇનાન્સ 0.33 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.32 ટકા, ભારતી એરટેલ 0.31 ટકા, L&T 0.29 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.26 ટકા, ICICI બેંકો 0.25 ટકા, અદાણી પોર્ટ્સ 0.21 ટકા, સન ફાર્મા 0.17 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.16 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.