મુંબઈઃ પુષ્પા ફિલ્મ તાજેતરમાં ચર્ચામાં આવી હતી, જેમાં પુષ્પા ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુનને નેશનલ પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. આ ફિલ્મથી બોલીવૂડમાં લાઈમલાઈટમાં આવનારી રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે તે નેશનલ ક્રશ બની ગઈ છે. એના સિવાય રશ્મિકા તેની ફિલ્મને લઈને ચર્ચામાં છે અને એ ફિલ્મ છે એનિમલ. એનિમલ રજૂ થયા પહેલા તેની આઠેક બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે.
પુષ્પા ફિલ્મના કેરેકેટર શ્રીવલ્લી એનિમલ ફિલ્મમાં ગીતાંજલિ બની છે. કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાના બ્લેક કલરના સિલ્ક ડ્રેસમાં બેઠેલી તસવીર જોરદાર વાઈરલ થઈ છે. વાઈરલ થયેલા ફોટોગ્રાફ અંગે તો તેની ટીમ કહે છે કે આ ફોટોગ્રાફ તો એક વર્ષ જૂના છે. વાઈરલ થયેલા ફોટોગ્રાફમાં રશ્મિકા બોલ્ડ એન્ડ બ્યુટિફુલ લાગે છે.
મૂળ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રશ્મિકાને હવે આખો દેશ પસંદ કરી રહ્યો છે, જ્યારે હવે તેને પોપ્યુલિરિટી વધી હતી, જ્યારે હવે બોલીવૂડમાં અનિમલથી એન્ટ્રી કરવા થનગની રહી છે. જોકે, રશ્મિકાએ વર્ષ 2016માં ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 2017માં રશ્મિકા ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે ‘બેંગલુરુ ટાઈમ્સ’એ તેને ’30 મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ની યાદીમાં નંબર-1 પર સ્થાન આપ્યું હતું.
ત્રણ વર્ષ પછી વર્ષ 2020માં રશ્મિકાએ ફરી એકવાર હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું અને આ વખતે ગૂગલ તેનું કારણ બન્યું હતું. વાસ્તવમાં ગૂગલ સર્ચમાં ‘નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા’ ટાઈપ કરવા પર રશ્મિકા મંદન્નાનું નામ આવવા લાગ્યું છે, જે આજે પણ અકબંધ છે.
છેલ્લે રશ્મિકાએ વર્ષ 2022માં જ ‘ગુડબાય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેની ‘મિશન મજનૂ’ પણ રિલીઝ થઈ અને હવે ‘એનિમલ’ પણ આવી રહી છે.