અમદાવાદની હૉસ્પિટલોમાં 3000 નવા બેડ ઉમેરાશે, હાર્ટના કેસમાં 15 ટકાનો વધારો

Latest Ahmedabad News: અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગ (lifestyle related diseases) વધી રહ્યા છે. જેને લઈ હૉસ્પિટલો દ્વારા આગામી 5 વર્ષમાં 3000 નવા બેડ ઉમેરવામાં આવશે. મોટી અને નાની હૉસ્પિટલો દ્વારા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં (healthcare infrastructure) 2000 થી 3000 કરોડનું રોકાણ કરવામાં આવશે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા વાતાવરણમાં બદલાવના કારણે હાર્ટના કેસમાં 15 ટકાનો વધારો થયો છે.
અદાણી ગ્રુપ અમદાવાદમાં 1000 બેડની હૉસ્પિટલ ખોલશે
અદાણી જૂથ અમદાવાદ અને મુંબઈમાં 2,000 પથારીની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થાપવાની યોજના ધરાવે છે, જેમાં અમદાવાદને આશરે 1,000 પથારી ફાળવવામાં આવશે. દરમિયાન, ઝાયડસ હોસ્પિટલે પૂર્વીય અમદાવાદમાં 300 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી સુવિધા આપવાની જાહેરાત કરી છે, જેમાં આશરે 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુ. એચ. ઓ. નો એક અહેવાલ પ્રમાણે ભારતમાં જીવનશૈલીના રોગોએ ચેપ સંબંધિત રોગોને પાછળ છોડી દીધા છે. કાર્ડિયોલોજી, કેન્સર, ન્યુરોલોજી જેવા જીવનશૈલીના રોગો સંબંધિત સેવાઓની તાત્કાલિક જરૂર છે.
Also read: પાયલ હૉસ્પિટલ CCTV કાંડમાં સુરતના એક સહિત વધુ 3 આરોપી પકડાયા
ગયા વર્ષે 25 બેડની ક્ષમતા ધરાવતી 50 નવી ખાનગી હૉસ્પિટલો ખૂલી
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન મુજબ, ગયા વર્ષે શહેરમાં 25 બેડની ક્ષમતા ધરાવતી લગભગ 50 નવી ખાનગી હોસ્પિટલો ખોલવામાં આવી હતી. AHNA સાથે 1,100-1,200 રજિસ્ટર્ડ સિટી હોસ્પિટલોમાંથી, 70% પાસે 15 થી ઓછા બેડ છે, 20% પાસે 16-50 બેડ છે, 5% 51-100 બેડ જાળવે છે અને માત્ર 13 હોસ્પિટલોમાં 100 થી વધુ બેડ છે.
સિઝનમાં વારંવાર બદલાવથી આ રોગ વધ્યાં
108 ઈએમઆરઆઈના આંકડા પ્રમાણે, સિઝનમાં આવેલા વારંવાર બદલાવના કારણે આ વર્ષે 1 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી શ્વાસોશ્વાસ, હૃદય અને ટ્રોમાના કેસમાં વધારો થયો છે. શ્વોસોસ્વાસના કેસમાં 16.02 ટકા, હૃદય સંબંધિત તકલીફના કેસમાં 18.89 ટકા અને ટ્રોમા કેસમાં 15.62 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે શ્વાના કેસ 15027 હતા, જે ચાલુ વર્ષે 17467 થયા છે. હૃદયરોગના 10200 કેસ સામે આ વર્ષે 12127 કેસ નોંધાયા છે.