Champions Trophy 2025ટોપ ન્યૂઝ

ICC Champions Trophy: આ મામલે વિરાટે પોન્ટિંગને પાછળ છોડ્યો, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચ ગઈ કાલે દુબઈમાં બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે (IND vs PAK, ICC Champions Trophy) રમાઈ. ગઈ કાલની મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીનો (Virat Kohli) જાદુ જોવા મળ્યો. રનચેઝ કરતા વિરાટે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો, વિરાટે ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ(Ricky Ponting)ને પાછળ છોડી દીધો છે.

ગઈ કાલની મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં પોન્ટિંગ ત્રીજા સ્થાને હતો, તેને 560 મેચોમાં 27,483 રન બનાવ્યા છે, હવે વિરાટ કોહલીએ 547 મેચોમાં 27,503 રન બનાવીને પોન્ટિંગને ચોથા સ્થાને ધકેલી દીધો છે, વિરાટ હવે આ મામલે હવે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે, જ્યારે શ્રીલંકાનો કુમાર સંગાકારા બીજા સ્થાને છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ક્રિકેટર્સ:

  1. સચિન તેંડુલકર 34,357 રન
  2. કુમાર સંગાકારા – 28,016 રન
  3. વિરાટ કોહલી 27,503 રન
  4. રિકી પોન્ટિંગ – 27, 483 રન
  5. મહેલા જયવર્ધને – 25,957 રન

વિરાટે આ રેકોર્ડ્સ પણ બનાવ્યા:
ગઈ કાલની મેચમાં વિરાટ કોહલીએ 15મો રન બનાવતાની સાથે સચિન તેંદુલકરનો એક રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટે 299 ODI મેચની 287મી ઇનિંગમાં 14 હજાર રન પુરા કર્યા. અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો, તેમણે 350મી ઇનિંગમાં 14 હજાર રન પુરા કર્યા હતાં.

આ પણ વાંચો…અમિતાભ અને અનુષ્કાએ આ રીતે ખુશી જતાવી ભારતની જીતની

વિરાટ કોહલી ભારત માટે ODI આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બન્યો છે. કુલદીપ યાદવના બોલ પર નસીમ શાહનો કેચ પકડીને કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીન (156 કેચ)નો રેકોર્ડ તોડ્યો. આ પછી કોહલીએ ખુશદિલ શાહનો કેચ પણ પકડ્યો. કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 158 કેચ પકડ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button