Champions Trophy 2025

હાર્દિક પંડ્યા કેટલા કરોડની ઘડિયાળ પહેરીને રમ્યો મેચ, જાણો હકીકત?

હાર્દિકની રુમર્ડ ગર્લફ્રેન્ડે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ?

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજે મહોમ્મદ રિઝવાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો, જેમાં હાર્દિક પંડ્યાએ પહેલી વિકેટ લઈને લાઈમલાઈટમાં આવ્યો હતો. હાર્દિકે પૂર્વ કેપ્ટન બાબર આઝમની વિકેટ ઝડપી હતી, ત્યાર બાદ સઉદ શકીલને પેવેલિયન ભેગો કર્યો હતો, જ્યારે એ વખતે સોશિયલ મીડિયા પર હાર્દિક છવાયો હતો. હાર્દિક પંડ્યાની ઘડિયાળ પડી ગઈ હતી. મેદાનમાં હાર્દિક પંડ્યા 15 કરોડની ઘડિયાળ પહેરીને રમતો હોવાની અટકળો વહેતી થઈ હતી. વિકેટ લેવા છતાં હાર્દિક પંડ્યા બેટિંગમાં રમતમાં આવ્યો ત્યારે છ બોલમાં આઠ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેનાથી ચાહકોને નિરાશા મળી હતી.

Also read : દુબઈમાં પાકિસ્તાન સામે ગુજરાતી ક્રિકેટરોની બોલબાલાઃ હાર્દિક, અક્ષર અને જાડેજા છવાઈ ગયા

ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા લકઝરી લાઈફ જીવે છે, જ્યારે તેની પાસે મોંઘી કાર, ઘડિયાળ સહિત અન્ય મોંઘી વસ્તુઓનું ક્લેક્શન ધરાવે છે. આજની મેચમાં હાર્દિક પંડ્યા Richard Milleની ઘડિયાળ પહેરીને રમતો જોવા મળ્યો હતો અને તમારે પણ આ ઘડિયાળની કિંમત જાણવી હોય તો વેબસાઈટ સર્ચ કરી લેજો તમને હકીકતની જાણ થશે.

ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે આજે અનેક કલાકારો દુબઈ પહોંચ્યા હતા, ત્યારે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પણ પહોંચી હતી. ભારત અને પાકિસ્તાનની મેચ જોવાનું દરેક ચાહકો માટે લ્હાવો હોય છે, જ્યારે બંને ટીમ એકબીજાની દુશ્મન હોવાને નાતે ચાહકોમાં જોરદાર ઝનૂન જોવા મળે છે ત્યારે આજના આ રસપ્રદ મુકાબલાને જોવા માટે જાણીતા અભિનેતા ચિરંજીવી, અભિનેત્રી સોનમ કપૂર પણ પહોંચી હતી, ત્યારે જાસ્મીન વાલિયા પણ ક્રિકેટ જોવા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

જાસ્મીન સ્ટેડિયમમાં બેસેલી એક ફોટો પણ વાઈરલ થયો હતો, જ્યારે જાસ્મીન ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરતી જોવા મળી હતી. હવે તમને જો ઓળખાણ પડી ના હોય તો તમારી જાણ ખાતર જણાવી દઈએ કે જાસ્મીન વાલિયાનું હાર્દિક પંડ્યાની સાથે નામ પણ જોડાયું હતું. આ રિલેશનને સત્તાવાર સમર્થન મળ્યું નહોતું, પરંતુ આજે ક્રિકેટના સ્ટેડિયમમાં ફરી જાસ્મીન જોવા મળતા ફરી લોકોએ અટકળો વ્યક્ત કરી રહ્યા છે. જાસ્મીન વાલિયા એક અભિનેત્રી છે, જ્યારે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. સુપરહીટ ફિલ્મ સોનુ કી ટીટુ કી સ્વીટીમાં પણ કામ કર્યું હતું.

Also read : પહેલી જ ઓવરમાં શમીના પાંચ વાઇડ અને ત્રણ ઓવર પછી ઘાયલ થઈને આઉટ…

અન્ય એક અહેવાલ અનુસાર જાસ્મીન વાલિયા 2001માં આવેલી ફિલ્મ હેરી પોટરમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સિવાય કેઝ્યુઅલિટી સિરીઝમાં પણ કામ કર્યું હતું. એક અભિનેત્રી હોવાની સાથે એક સિંગર પણ છે. ઓટીટી સિરીઝ ડોક્ટર્સમાં પણ જાસ્મીને કામ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ નતાશાને છૂટાછેડા આપ્યા પછી બંને વચ્ચે અફેર હોવાની વાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button