ઇન્ટરનેશનલ

નવા એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલ એટીએફના કાર્યકારી વડા બનવાની શક્યતા

વોશિંગ્ટનઃ અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇના નવા ડિરેક્ટર કાશ પટેલને બીજી મોટી જવાબદારી મળી શકે છે. તાજેતરમાં તેમણે ભગવદ્ ગીતા હાથમાં લઇને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ના નવમાં ડિરેક્ટર તરીકે શપથગ્રહણ કર્યાં હતા.

આ અંગે પ્રાપ્ત અહેવાલ અનુસાર નવા એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલ દારૂ, તમાકુ, ફાયરઆર્મ્સ અને એક્સપ્લોઝિવ્સ (એટીએફ)નું નેતૃત્વ કરી શકે છે. ન્યાય વિધાગના એક અધિકારીએ જણાવ્યું કે કાશ પટેલને દારૂ, તમાકુ, ફાયરઆર્મ્સ અને એક્સપ્લોઝિવ્સ બ્યુરોના કાર્યકારી વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન

કાશ પટેલ આગામી અઠવાડિયા દરમિયાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. આ સાથે પટેલને ન્યાય વિભાગની બે સૌથી મોટી એજન્સીનો હવાલો સોંપવામાં આવશે. આ સમાચાર એટર્ની જનરલ પામ બોન્ડી દ્વારા એટીએફના ટોચના વકીલને બરતરફ કર્યાના થોડા દિવસો બાદ આવ્યા છે.

બોન્ડીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે મુખ્ય વકીલ પામેલા હિક્સને બરતરફ કર્યા છે કારણ કે એજન્સી બંદૂક માલિકોને નિશાન બનાવી રહી હતી. જ્યારે પામેલા હિક્સે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે એટીએફના મુખ્ય વકીલ બનવું તેમની કારકિર્દીનું સૌથી મોટું સન્માન હતું. એટીએફના છેલ્લા ડિરેક્ટર સ્ટીવ ડેટેલબેક હતા, જેઓ ભૂતપૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર હતા. જેમણે જુલાઇ ૨૦૨૨થી ગયા મહિના સુધી એજન્સીનું નેતૃત્વ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button