બોલો, જાણીતા સુપરસ્ટારની પત્ની સાઈડ રોલ કરતા શરમાતી નથી, જાણો કોણ છે?

મુંબઈઃ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રાજકુમાર રાવ છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર સતત દબદબો જમાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં બોલિવૂડનો સૌથી મોટા સુપરહિટ હીરો સાબિત થયેલા રાજકુમાર રાવની પત્ની પત્રલેખા પણ એક અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પત્રલેખાનો પતિ ભલે બોલીવુડ સ્ટાર બની ગયો હોય, પરંતુ આજે પણ પત્રલેખા સાઈડ રોલ કરવામાં શરમાતી નથી.
યુટ્યુબ સીરીઝ, ઓટીટી અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવનાર પત્રલેખાએ હિરોઈન તરીકે પણ કામ કર્યું છે. પત્રલેખા બોલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવવા માંગે છે. આ જ કારણ છે કે હવે અભિનયની સાથે પત્રલેખાએ પ્રોડક્શનની જવાબદારી પણ સંભાળી લીધી છે અને તે ફિલ્મનું નિર્માણ કરી રહી છે.
આપણ વાંચો: દસ ફ્લૉપ ફિલ્મ બાદ રાજકુમાર રાવની ફિલ્મે બૉક્સ ઓફિસ પર કરી કમાણી
પત્રલેખાએ વર્ષ ૨૦૧૪માં સિટી લાઇટ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મના સેટ પર પત્રલેખા અને રાજકુમાર રાવ પણ મિત્ર બન્યા હતા. આ ફિલ્મમાં પત્રલેખાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ફિલ્મોની સાથે, પત્રલેખાએ યુટ્યુબ સીરિઝ ગોવા રિયુનિયનમાં પણ કામ કર્યું હતું. એટલું જ નહીં, પત્રલેખાએ ‘બોસ’ નામની શ્રેણીમાં પણ એક પાત્ર ભજવ્યું હતું.

પોતાની ફિલ્મી કારકિર્દીમાં ‘સાઈડ’ રોલમાંથી લીડ રોલમાં ગયેલી પત્રલેખા પોતાની ઓળખ પોતાના દમ પર બનાવવા માંગે છે. એક ઈન્ટરવ્યૂમાં પત્રલેખાએ કહ્યું હતું કે હું મારી પોતાની ઓળખ જાતે બનાવવા માંગુ છું. હવે ૧૪થી વધુ ફિલ્મો અને શ્રેણીઓમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પત્રલેખા નિર્માતા બની ગઈ છે. પત્રલેખા દ્વારા નિર્મિત ફિલ્મ ‘ટોસ્ટર’ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
પત્રલેખા પણ આ ફિલ્મને લઈને ઘણી ઉત્સાહિત દેખાઈ રહી છે. ફિલ્મમાં પત્રલેખાના પતિ રાજકુમાર રાવ હીરો તરીકે જોવા મળશે. આ સાથે સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં હિરોઈનની ભૂમિકા ભજવશે. નેટફ્લિક્સે તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું હતું. ફિલ્મની જાહેરાતની સાથે તેની વાર્તાની ઝલક પણ જોવા મળી હતી. ફિલ્મમાં લગ્ન અને ટોસ્ટર ગિફ્ટને લઈને હલચલ મચેલી જોવા મળે છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.