અમેરિકામાં ફાયરિંગમાં બંદૂકધારી અને અધિકારીનાં મોત, ચાર ઘાયલ…

પેન્સિલવેનિયાઃ અમેરિકામાં ગોળીબારના બનાવો છાશવારે બનતા રહે છે. એવા જ એક બનાવમાં પેન્સિલવેનિયામાં એક હોસ્પિટલમાં ગોળીબાર બાદ એક બંદૂકધારીનું મોત થયું હતું. બંદૂકધારીએ આઇસીયુમાં ઘૂસીને સ્ટાફના સભ્યોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગોળીબારમાં તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ગોળીબારમાં એક અધિકારીનું પણ મોત નીપજ્યુ હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Also read : ગુજરાતી Kash Patel એ ભગવત ગીતા પર હાથ મૂકીને એફબીઆઈના ડિરેક્ટર તરીકે શપથ લીધા
યોર્ક કાઉન્ટી ડ્રિસ્ટ્રિક્ટ એટર્ની ટિમ બાર્કરના જણાવ્યા અનુસાર આ હુમલામાં યુપીએમસી મેમોરિયલ હોસ્પિટલના ચાર કર્મચારીઓ અને બે અન્ય અધિકારીઓ ઘાયલ થયા હતા. જ્યારે વિવિધ એજન્સીઓના અધિકારીઓ શૂટરનો સામનો કરવા ગયા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો.
બંદૂકધારીની ઓળખ ૪૯ વર્ષીય ડાયોજીન્સ આર્કેન્જેલ-ઓર્ટીઝ તરીકે કરવામાં આવી હતી. જ્યારે ગોળીબારમાં મૃત્યુ પામેલા અધિકારીની ઓળખ વેસ્ટ યોર્ક બરો પોલીસ વિભાગના એન્ડ્રુ ડ્યુઆર્ટ તરીકે કરવામાં આવી છે. ડ્યુઆર્ટ કાયદા અમલીકરણ અધિકારી હતા.
Also read : બ્રાઝિલમાં બસ અને ટ્રકની ટક્કરથી યુનિવર્સિટીના ૧૨ વિદ્યાર્થીના મોત: ૨૧ ઘાયલ
યુપીએમસી મેમોરિયલ પાંચ માળની ૧૦૪ બેડ ધરાવતી હોસ્પિટલ છે, જે વર્ષ ૨૦૧૯માં યોર્ક ખોલવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં ન્યૂ હેમ્પશાયરની રાજ્ય મનોચિકિત્સક હોસ્પિટલની લોબીમાં એક શૂટરે એક સુરક્ષા ગાર્ડની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ એક સૈનિકે તેને ગોળી મારી દીધી હતી. વર્ષ ૨૦૨૨માં એક વ્યક્તિએ ડલ્લાસ હોસ્પિટલમાં તેના બાળકના જન્મને જોવા માટે ત્યાં હાજર બે કર્મચારીની હત્યા કરી નાખી હતી.