આપણું ગુજરાત
ગુજરાતમાં નવરાત્રિમાં ઈમરજન્સીના ૧,૨૦૧ કેસ
અમદાવાદ: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના ૧૨ કેસ આવી રહ્યાં છે. પ્રતિ કલાકે ૧૨ કેસ એટલે દિવસના ૨૪ કલાકના ૨૮૮ કેસ થયા હતા. આમ, ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના કુલ ૧,૨૦૧ કેસ આવ્યા હતા. જેમ જેમ નોરતા આગળ વધી રહ્યા છે તેમ હાર્ટને લગતી સમસ્યા પણ વધી રહી છે.ઈમરજન્સી ૧૦૮ પાસેથી મળતી માહિતી અનુસાર, નવરાત્રિના બીજા નોરતામાં સાંજે છ થી ૧૨ દરમિયાન ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. બીજા નોરતામાં સાંજે છ થી ૧૨ દરમિયાન ૬૯ કોલ્સ આવ્યા હતા. તો ૧૫ અને ૧૬ ઑક્ટોબરના રોજ સાંજે છ થી રાતે ૧૨ વાગ્યા સુધી સરેરાશ ૬૪ કોલ્સ આવ્યા હતા. બીજી બાજુ પ્રથમ બે નોરતામાં વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ ૧૬૩ કોલ, શ્ર્વાસ લેવામાં સમસ્યાના ૮૩ કેસ, સખત તાવના ૧૭૭ કોલ્સ આવ્યા હતા.