ભાજપ સાંસદ પુરૂષોત્તમ રૂપાલાની પોસ્ટથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો, જાણો શું છે મામલો

સુરતઃ ગુજરાત ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. નવસારીમાં સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. આ સમયે નવસારીના પીઆઈ દિપક કોરાટ પણ હાજર હતા. રૂપાલાએ પોસ્ટ કરતાં પીઆઈ ટ્રોલ થયા હતા. કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલે પોસ્ટ કરી કટાક્ષ કર્યો છે કે, પીઆઈને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન પાઠવું છું. સાંસદ, સ્થાનિક ભાજપ નેતા સાથેનો ફોટો વાઇરલ થયો છે.
આ પણ વાંચો…પાયલ હૉસ્પિટલ CCTV કાંડમાં સુરતના એક સહિત વધુ 3 આરોપી પકડાયા
નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તે દરમિયાન ફોટો સેશનમાં પીઆઈ કોર્ટ પણ જોવા મળ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ કટાક્ષ કરી પોસ્ટ કરી હતી. નવસારી અને વાસદામાં પીઆઈ દિપક કોરાટ ભાજપમાં સામેલ થઈ ગયા અને સાંસદને મળવા આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.