નેશનલ

મહિલા દિવસ પર વડા પ્રધાન કરશે કંઈક અલગઃ મન કી બાતમાં કહ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં એક એવી જાહેરાત કરી છે જે મહિલાઓને પ્રોત્સાહન આપશે. મન કી બાતના 119માં એપિસૉડમાં તેમણે ઘણી વાતો કરી અને સાથે આ વાત પણ કરી છે. તેમણે કહ્યું કે હું જે જાહેરાત કરવા જઈ રહ્યું છે તે નારીશક્તિને સમર્પિત છે અને મહિલા દિવસ નિમિત્તે મારી ખાસ પહેલ છે.

શું કરવાના છે મોદી

વડા પ્રધાન મહિલાઓને પ્રોત્સાહન આપતી ઘણી યોજનાઓ અમલમાં મૂકી ચૂક્યા છે. તેમના પક્ષ દ્વારા પણ મહિલા નેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેમની સરકારમાં પણ મહિલા અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપાઈ રહી છે ત્યારે હવે મહિલા દિવસે તેઓ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને આપી રહ્યા છે. ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એક દિવસ માટે આ મહિલાઓને મોદી સોંપવાના છે. મોદીએ કહ્યું કે દેશના અલગ અલગ ભાગોમાં જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ યોગદાન આપ્યું છે, વિશેષ કાર્યો કરી સફળતા મેળવી છે તેઓ તેમની વાત, તેમના સંઘર્ષ અને સફળતાનો પ્રવાસ આપણી સાથે શેર કરશે. પ્લેટફોર્મ ભલે મારું હોય પણ વાત તેમની હશે.

Also read: મહિલા દિવસઃ મહારાષ્ટ્ર સરકારે ચોથી મહિલા નીતિ કરી જાહેર…

પીએમ મોદીએ મહિલાઓને આહવાન આપ્યું કે જો તમારે આ તક મેળવવી હોય તો નમો એપ પર બનાવેલા વિશેષ ફોરમ દ્વારા ભાગ લો અને માય એક્સ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તમારો સંદેશ આખી દુનિયામાં ફેલાવો. આવો આપણે સૌ સાથે મળીને મહિલા શક્તિની ઉજવણી કરીએ. મોદીએ આ ઉપરાંત ઈસરોની સિદ્ધીઓ વિશે પણ વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button