ઇન્ટરનેશનલ

હવે ઈઝરાયલને અમેરિકાના પ્રમુખે આપી સૌથી મોટી સલાહ

તેલ અવીવ/વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસની વચ્ચે બારમા દિવસ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડન ઈઝરાયલના પીએમ નેતન્યાહુને મળવા પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી. બાઈડેને ઈઝરાયલના પીએમને ગુસ્સામાં પણ આવીને સલાહ આપી હતી. બાઈડેને કહ્યું હતું કે 9/11ના હુમલા પછી અમેરિકાએ જે ભૂલો કરી હતી એનું પુનરાવર્તન કરવામાં આવે નહીં.

તેલ અવીવ પહોંચેલા બાઈડેને કહ્યું હતું કે મારી આ મુલાકાતનું પ્રયોજન અમે ઈઝરાયલની સાથે છીએ પુરવાર કરવાનું છે. ઈઝરાયલ એકલું નથી. હમાસે ઈઝરાયલના લોકોની ક્રૂર રીતે હત્યા કરી છે, જે આઈએસઆઈએસથી બદતર છે. ઈઝરાયલને પોતાના રક્ષણ કરવાનો પૂરો હક છે તથા તેની સાથે અમેરિકા સદા રહેશે.

આમ છતાં હું એક વાત કહીશ કે ઈઝરાયલ અને અહીંના લોકોને એકલા સમજવાની ભૂલ કરે નહીં. અમેરિકા તમારી સાથે છે. ઈઝરાયલમાં સાતમી ઓક્ટોબરે જે હુમલો કરવામાં આવ્યો એ 9/11થી પણ મોટો છે. આ નાનો દેશ છે, પરંતુ એક જ હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે.

દરમિયાન યુએસના પ્રમુખ જો બાઈડન આજે તેલ અવીવ પહોંચ્યા પછી બાઈડને નેતન્યાહૂ સાથે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે ઇજિપ્તને છૂટ આપવાની વાત કરી હતી. ઈઝરાયલે અમેરિકન રાષ્ટ્રપતિની આ માંગને સ્વીકારી લીધી. જોકે, ઇઝરાયલના વડા પ્રધાને ઇજિપ્તને મર્યાદિત માત્રામાં જ માનવતાવાદી સહાય પૂરી પાડવાની મંજૂરી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button