લાહોરના ફિયાસ્કો માટે પાકિસ્તાને આઇસીસીને જવાબદાર ગણાવી…

લાહોરઃ અહીં આજે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ પહેલાં આ બન્ને દેશના રાષ્ટ્રગીત વગાડવાનો સમય થયો ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વગાડવાનું જે બ્લન્ડર લાહોરના સ્ટેડિયમમાં થયું એ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફીની મુખ્ય આયોજક આઇસીસીને જવાબદાર ગણાવી હતી.
Also read : Champions Trophy: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતનો આ સ્ટાર બેટર બીમાર પડ્યો; પ્લેઇંગ-11ને થશે અસર?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના જ સ્ટેડિયમમાં થયેલા આ બ્લન્ડર માટે આઇસીસીને જવાબદાર ગણાવવાની સાથે એની પાસે એવો ખુલાસો માગ્યો છે કે આ ભૂલ કેવી રીતે થઈ?
ભારતનું રાષ્ટ્રગીત થોડી ક્ષણો સુધી જ વાગ્યું હતું, પણ એ મોટી ભૂલ થઈ એ બદલ પાકિસ્તાનની ક્રિકેટજગતમાં હાંસી ઉડી રહી છે.
પાકિસ્તાન બોર્ડનું માનવું છે કે આ ફિયાસ્કો બદલ આઇસીસીના માણસો જવાબદાર છે, કારણકે ટીમોના રાષ્ટ્રગીતના પ્લે લિસ્ટ તેમની પાસે જ હોય છે.
જોકે સૂત્રોનું એવું કહેવું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા આવી જ નથી તો પછી પ્લેલિસ્ટમાંથી ભારતીય રાષ્ટ્રગીત કેવી રીતે પ્લે કરાયું?
Also read : Champions Trophy: લાહોરના સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું; પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટે લોચો માર્યો!
પાકિસ્તાનમાં આતંકવાદીઓના હુમલાનો ભય હોવાથી ભારતે પોતાની ટીમ નથી મોકલી અને ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે.