મનોરંજન

‘કાઈ પો છે!’ ફિલ્મના 12 વર્ષ: અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથેના BTS શેર કરી…

મુંબઈ: અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કાઈ પો છે!’ આજથી બરાબર 12 વર્ષ પહેલા 22 ફેબ્રુઆરી, 2013ના રોજ સિનેમાઘરોમાં (12 Years of Kai Po che) રિલીઝ થઇ હતી, આ ફિલ્મ હજુ લોકોને દિલની નજીક છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ, રાજકુમાર રાવ અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં હતાં. ખાસ વાત એ હતી કે આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યુ ફિલ્મ હતી. સુશાંત હાલ આ દુનિયામાં નથી રહ્યો ત્યારે, આ ફિલ્મને આજે 12વર્ષ પૂર્ણ થયા છે, અને અભિષેક કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર (Abhishek Kapoor Instagram Post) કરી છે. તેમણે ફિલ્મ બનાવવા સમયના અનુભવનો કેપ્શનમાં શેર કર્યો છે.

Also read : 44 વર્ષની આ ટીવી એક્ટ્રેસે કર્યો એવો ગજબનો ડાન્સ, વીડિયો થયો વાઈરલ…

Click on the photo to watch the video Instagram

અભિષેક કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “કેટલીક ફિલ્મો ફક્ત પડદા પર જ જીવતી નથી રહેતી, તે આપણા હૃદયમાં, આપણા હાડકાંમાં, યાદ અને સમય વચ્ચેના અવકાશમાં રહે જીવતી રહે છે. કાઈ પો છે! તે ફિલ્મોમાંની એક હતી. મિત્રતા, સપના અને જીવન એક ક્ષણમાં બદલાઈ શકે તેવી અવિસ્મરણીય વાર્તા.”

india forums

અભિષેકે વધુમાં લખ્યું કે, “મને સેટ પરની ધૂળ, અમદાવાદની ગરમી, ટેક વચ્ચેનો હાસ્યનો અવાજ અને કેમેરા રોલ થાય ત્યારની શાંતિ યાદ છે. મને ત્રણ છોકરાઓમાં રહેલી આગ યાદ છે; યુવાન, તલપાપડ, અને આગળ વધવા માટે ઉતાવળિયા. તેમની ક્રાફ્ટ સાથે તૈયાર, તેમના પાત્રો નિભાવવા માટે તૈયાર. @sushantsinghrajput, @rajkummar_rao અને @theamitsadh ફક્ત માત્ર બેસ્ટ ફ્રેન્ડ્સની ભૂમિકા ભજવી રહ્યા ન હતા, તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા. મને ખાતરી હતી કે તેઓ ઇશાન, ગોવી અને ઓમી હતા.”

તેમણે છેલ્લે લખ્યું કે, “કોઈ પણ ફિલ્મ તેના સ્કેલથી મહાન નથી હોતી, પરંતુ તેને બનાવનારા લોકોથી મહાન બને છે. અને આ ફિલ્મમાં એવા કેટલાક બેસ્ટ લોકો હતાં.”

Also read : It’s Confirm: આ જાણીતા ક્રિકેટરના ડિવોર્સ થયા ફાઈનલ? આજે સાંજે ફેમિલી કોર્ટમાં.

‘કાઈ પો છે!’ ફિલ્મ ચેતન ભગની નવલ કથા ‘ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ પર આધારિત છે. અભિષેક કપૂર કેદારનાથ (2018), ચંદીગઢ કરે આશિકી (2021), અને રોક ઓન (2008) જેવી અન્ય ફિલ્મો માટે જાણીતા છે. તેમણે છેલ્લે આઝાદ ફિલ્મ બનાવી હતી, જેમાં રાશા થડાની અને આમન દેવગન સ્ક્રિન પર દેખાયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button