સ્પોર્ટસ

આઇસીસી વન-ડે રેન્કિંગઃ રોહિત કોહલીથી આગળ, બીજા ક્રમે પહોંચ્યો શુભમન ગિલ

દુબઇઃ વન-ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને આઇસીસી વન-ડે રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. આઇસીસી દ્ધારા જાહેર કરાયેલા નવા વન-ડે રેન્કિંગમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ મોટી છલાંગ લગાવી હતી.

અફઘાનિસ્તાન સામે 131 રન અને પાકિસ્તાન સામે 63 બોલમાં 86 રન કર્યા બાદ રોહિત શર્મા પાંચ સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આઇસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ વખત વિરાટ કોહલીને પાછળ છોડીને કેપ્ટન રોહિત શર્મા આગળ નીકળી ગયો છે. કોહલી રેન્કિંગમાં નવમા સ્થાન પર છે અને તેના 711 રેટિંગ પોઇન્ટ છે.

અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ 19 સ્થાન આગળ વધીને 18માં અને નેધરલેન્ડનો કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ 16 સ્થાન આગળ વધીને 27માં સ્થાને પહોંચી ગયો છે. બંને બેટ્સમેનોએ પોતાની ટીમને વર્લ્ડ કપમાં અપસેટ સર્જવામાં મદદ કરી હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વન-ડેમાં બેટ્સમેનના રેન્કિંગમાં 836 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે શુભમન ગિલ બીજા ક્રમે છે. બાંગ્લાદેશ સામે શાનદાર બોલિંગ કર્યા બાદ ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર બોલ્ટ બોલરોના રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે.

તેણે 660 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહેલા જોશ હેઝલવુડને પાછળ છોડી દીધો હતો. અફઘાનિસ્તાનનો જાદુગર રાશિદ ખાન બોલિંગ રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ફાસ્ટ બોલરોમાં ભારતના જસપ્રીત બુમરાહ સાતમા ક્રમે પહોંચી ગયો છે. બાંગ્લાદેશનો અનુભવી શાકિબ અલ હસન 343 રેટિંગ પોઈન્ટ સાથે વન-ડે ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button