અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…

અમદાવાદઃ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેને લઈ આજથી વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અસારવા બ્રિજ આજે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે. જોકે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ (ગીરધરનગર બ્રિજ) તરફ જઈ શકશે. ગિરધરનગર સર્કલ પર થઈને અસારવા ક્રોસિંગ તરફ જમણી બાજુ વળી શકશે.
Also read : Ahmedabad ના ચાંગોદરમાં કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી
સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચેની બાજુનો રસ્તો લઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધરનગર સર્કલ તરફ જઈ શકશે અને પછી દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજા તરફ જઈ શકશે. સિવિલ હૉસ્પિટલથી આવતા લોકો ગિરધરનગર ચાર રસ્તા તરફ જમણે વળીને ઇદગાહ પુલ પર જઈ શકશે.
Also read : Gujarat એસ.ટી. નિગમ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે
ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ શરૂ હોવાથી શહેરમાં ગત 18 ફેબ્રુઆરી મણિનગર સ્થિત નાથાલાલ ઝગડિયા રેલવે ઓવરબ્રિજ આગામી અઠવાડિયા સુધી બંધ કરાયો હતો. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.