છાવા ફિલ્મની આઠમાં દિવસે પણ ધોમ કમાણી, મેરે હસબન્ડની બીવીની બોક્સ ઓફિસ પર કેવી સ્થિતિ?

મરાઠા લડવૈયા છત્રપતિ સંભાજી મહારાજની શૌર્યગાથા કહેતી પિરિયોડિકલ ફિલ્મ છાવા આઠ દિવસથી થિયેટરોમાં છે અને ફિલ્મે તોફાન મચાવ્યું છે. વહેલી સવાર અને મોડી રાતના ખાસ શૉ મલ્ટિપ્લેક્સમાં બતવાવામાં આવી રહ્યા છે. 14મી ફ્રેબુઆરીએ વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્નાને ચમકાવતી ફિલ્મ છાવા રિલિઝ થઈ હતી. ફિલ્મે ઑપનિંગ ડેની કલેક્શનથી જ ધમાકો મચાવ્યો હતો. પહેલા દિવસે રૂ. 31 કરોડનું કલેક્શન ફિલ્મે કર્યું હતું. ફિલ્મ આઠમાં દિવસે પણ થિયેટરોમાં સારું કલેક્શન મેળવી રહી છે.
આઠમા દિવસે એટલે કે ગઈકાલે શુક્રવારે ફિલ્મે રૂ. 23 કરોડનું કલેક્શન કર્યું છે. હવે આજે અને આવતીકાલે ફરી વિક એન્ડ હોવાથી ફિલ્મ હજુ વધારે સારું કલેક્શન કરશે તેમ માનવામાં આવે છે. છાવાએ વર્લ્ડ વાઈડ રૂ. 300 કરોડનું કલેક્શન કર્યું છે અને ડોમેસ્ટિક કલેક્શન રૂ. 241 કરોડ સુધી પહોંચ્યું છે.
તો બીજી બાજુ અર્જુન કપૂર, ભૂમિ પેંડણેકર અને રાકુલ પ્રીતની એન્ટરટેઈનર મેરે હસબન્ડ કી બીવી બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ બતાવી શકી નથી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 1.5 કરોડની કમાણી કરી છે. આજે શનિ-રવિમાં ફિલ્મ ખાસ કંઈ કલેક્શન કરે તો બાકી છાવા સામે ટકી રહેવું ફિલ્મ માટે અઘરં સાબિત થઈ શકે તેમ છે.
આ પણ વાંચો…મંડપમાં દુલ્હન સાથે રોમાન્ટિક થયો કપૂર ખાનદાનનો નબીરો
વર્ષ 2025માં કંગના રનૌતની ઈમરજન્સી, શાહિદ કપૂરની દેવા, અક્ષય કુમારની સ્કાયફોર્સ અને રામચરણની ગેમ ચેન્જર રિલિઝ થઈ હતી. આ ફિલ્મોએ જોઈએ તેવું કલેક્શન કર્યું નથી અને બજેટને ધ્યાનમાં રાખતા ફ્લોપ સાબિત થઈ છે. બીજી એક ફિલ્મ સનમ તેરી કસમ કમાણી કરી ગઈ છે. 2016ની રિ-રિલિઝ ફિલ્મે લગભગ રૂ. 40 કરોડ આસપાસ કલેક્શન કર્યું છે.