ટ્રમ્પનો ટેરિફ તરખાટ એપલને પણ પડશે ભારેઃ તમારી એપલ લેવાની ઈચ્છા પણ..

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરથી(Trump Tariff War)વિશ્વભરમાં ચિંતા ઉભી થઇ છે. જેમાં હવે અમેરિકન કંપની એપલે પણ ટેરિફ વોરથી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન બિઝનેસ મેન અને એપલના સીઈઓ ટિમ કૂકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. તેમણે એપલના ભવિષ્ય વિશે ચિંતા છે. આ એક ખાનગી મુલાકાત હતી જેનો એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
સીધી અસર એપલના વેચાણ પર પડશે
એપલના સીઈઓ ટિમ કૂકની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અનેક અર્થમાં મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં મહત્વની બાબત એ છે કે અમેરિકાએ ચીનમાં બનેલા માલ પર 10 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આનાથી એપલના વેચાણ પર અસર પડી શકે છે અને ચીને પણ એપ ડેવલપર્સની તપાસ શરૂ કરી દીધી છે. જેની અસર એપલ પર પડશે. કારણ કે એપલનું મેન્યુફેકચરિંગ હબ ચીન છે અને તેનું સૌથી મોટું બજાર અમેરિકા છે. જો ચીનમાં બનેલા માલ પર ટેરિફ લાદવામાં આવે છે. તો તેની સીધી અસર એપલના વેચાણ પર પડશે. ટેરિફ લાદવાથી કિંમતો વધશે અને તેના કારણે કંપનીના વેચાણમાં ઘટાડો થઈ શકે છે.
Also read: ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગેનો સવાલ ભારતીય પત્રકારે પૂછતાં ટ્રમ્પે આપ્યો આવો જવાબ
ટેરિફમાં કોઈ રાહત આપવાનો કોઈ ઇરાદો નથી
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદતી વખતે એપલને કોઈ વધારાની છૂટછાટ આપી નથી. જ્યારે ટ્રમ્પે પ્રાઇવસી પોલિસી અને કાયદા અમલીકરણના મુદ્દાઓ પર સહયોગ ન કરવા બદલ એપલની પણ ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન ટિમ કૂકને ટ્રમ્પ સાથેના સારા સંબંધોનો ફાયદો થયો હતો. એપલના સિગ્નેચર વેરિઅન્ટને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે આ વખતે એપલના ઉત્પાદનો નસીબદાર નથી અને તેમનો ટેરિફમાં કોઈ રાહત આપવાનો કોઈ ઇરાદો નથી.