નેશનલ

ગંગાનું પાણી કેટલું સ્વચ્છ? લેબ ટેસ્ટમાં પુરવાર થયું કે…

પ્રયાગરાજઃ મહાકુંભના પૂર્ણાહુતિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અત્યાર સુધીમાં 57 કરોડથી વધુ ભક્તો ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. આમ છતાં સંગમના પાણીની શુદ્ધતા પર કોઈ અસર પડી નથી. દેશના એક ટોચના વૈજ્ઞાનિકે સંગમ અને ગંગા નદીના પાણીની શુદ્ધતા પર સવાલ ઉઠાવનારાઓને પ્રયોગશાળામાં ખોટા સાબિત કર્યા છે.
મિસાઈલ મેન ગણાતા દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે વૈજ્ઞાનિક ચર્ચા કરનારા પદ્મશ્રી અજય સોનકરે પ્રયોગશાળામાં સાબિત કર્યું છે કે ગંગાનું પાણી સૌથી શુદ્ધ છે.

ડૉ સોનકરે ગંગાનું પાણી તેમની સામે લાવીને પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કરાવવાનો પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે જેને ગંગાજળ વિશે સહેજ પણ શંકા હોય તેણે મારી સામે ગંગાજળ લાવવું જોઈએ અને પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કરાવ્યા બાદ સંતુષ્ટ થવું જોઈએ. ભારતના ટોચના વૈજ્ઞાનિકે સંગમ જ નહીં, પરંતુ પાંચ ઘાટ પરથી ગંગાનું પાણી એકત્રિત કર્યું હતું અને તેના પર સંશોધન કર્યું હતું.ડોક્ટર સોનકરના ત્રણ મહિનાના સતત સંશોધનથી એ સાબિત થયું હતું કે ગંગાનું પાણી સૌથી શુદ્ધ છે અને અહીં સ્નાન કરવાથી કોઈપણ પ્રકારનું નુકસાન થવાનો ભય નથી. પ્રયોગશાળામાં ગંગા નદીના પાણીની શુદ્ધતાની સંપૂર્ણ પુષ્ટિ થઈ ગઈ છે. બેક્ટેરિયોફૅજને કારણે ગંગાના પાણીની અદભુત સફાઈ ક્ષમતા દરેક રીતે અકબંધ રહી છે.

Also read: Maha Kumbh 2025: ગંગાના પાણીમાં પ્રદુષણ અંગે NGTએ યોગી સરકારને આદેશ આપ્યો

ડોક્ટર અજય સોનકરે મહાકુંભ નગરના સંગમ નોઝ અને અરેલ સહિત પાંચ અલગ અલગ મુખ્ય સ્નાનઘાટમાંથી પાણીના નમુના એકત્રિત કર્યા હતા અને તેને પ્રયોગશાળામાં સૂક્ષ્મ તપાસ માટે રાખ્યા હતા. ડોક્ટર અજયના મતે આશ્ચર્યજનક રીતે લાખો ભકતો સ્નાન કરી રહ્યા હોવા છતાં પણ પાણીમાં ના તો બેક્ટેરિયાનો વિકાસ જોવા મળ્યો કે ના તો પાણીના પીએચ સ્તરમાં કોઈ ફેરફાર થયો.

ડો સોનકરે જણાવ્યું હતું કે ગંગાના પાણીમાં 1100 પ્રકારના બેક્ટેરિયોફૅજ હાજર છે જે કોઈપણ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને આજ કારણે 57 કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી પણ ગંગાનું પાણી પ્રદૂષિત થયું નથી
મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક સંગઠનો અને લોકો જનતામાં એવા પ્રકારનો ભય ફેલાવી રહ્યા છે કે ગંગાના પાણીને સ્નાન માટે અને પીવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ડોક્ટર સોનકરના સંશોધને આ દાવાને ફોટો સાબિત કર્યો છે તેમણે કહ્યું હતું કે પાણીમાં પીએચ લેવલ બહુ જ સારું હતું. તેમાં કોઈ બેક્ટેરિયા કે દુર્ગંધ મારતા વસ્તુઓનો વિકાસ જોવા મળ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button