
અમદાવાદ : ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં(BZ Scam) સીઆઇડી ક્રાઇમે સાત આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. સીઆઈડી ક્રાઇમે સમગ્ર કૌભાંડની 22 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કુલ 422.96 કરોડનું જ કૌભાંડ થયું હોવાનું જણાવાયુ છે. આ કેસમાં હજુ BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય પાંચ આરોપીઓની વિરૂદ્ધ ચાર્જશીટ બાકી છે.
655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા
અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સીઆઇડી ક્રાઇમે સાત આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં BZ કૌભાંડના આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપ સિંહ સોલંકી, આશિક ભરથરી , સંજય સિંહ પરમાર , રાહુલ રાઠોડ,રણવીર સિંહ ચૌહાણ અને મયુર દરજી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ કરવાની પણ બાકી છે. આ ચાર્જશીટના કુલ 655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા હતા.
આ ચાર્જશીટમાં સીઆઇડી ક્રાઇમે 11,183 રોકાણકારોના 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું છે. હાલ કૂલ 6866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ પૈકી કૂલ 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્ર્સ્ટી પણ જોવા મળ્યા છે.
આશરે 14 જેટલી ઓફિસો જોવા મળી
BZ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો જોવા મળી છે.BZ કૌભાંડમાં ક્યા આરોપીનો શું છે રોલ છે તે પણ ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યો છે. જેમાં
આરોપી નંબર-1 વિશાલસિંહ ઝાલા
વિશાલસિંહ ઝાલાએ 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. Bz ફાઇનાન્સ સર્વિસના નામે 100થી 300 રૂપિયાના સ્ટેમ્પ કો ઓપરેટિવ બેંકમાંથી કુલ 12518 સ્ટેમ્પ પેપરની ખરીદી કરવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતામાંથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં કુલ 19.7 લાખ રૂપિયા જમા થયા હતા.
આરોપી નંબર-2 દિલીપસિંહ સોલંકી
જ્યારે આરોપી દિલીપસિંહ સોલંકીએ કુલ પાંચ આઈડી દ્વારા 33 રોકાણકારો પાસે 47.5 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ કુલ 1.20 કરોડ જેટલી રકમ ઉઘરાવેલ હોવાના પુરાવા મળ્યા છે
આરોપી નંબર-3 આશિક ભરથરી
આરોપી આશિક ભરથરીએ કુલ 10 રોકાણકારોનું રોકાણ કરાવી 1,80,000 કમિશન મેળવ્યું. આરોપીએ 44 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી.
આરોપી નંબર-4 સંજયસિંહ પરમાર
આરોપી સંજય સિંહ પરમારે કુલ 14 રોકાણકારો ને 1.71 કરોડનો રોકાણ કરાવ્યું હતું.આરોપી દ્વારા 1.56 કરોડ જેટલી રોકડ ઉઘરાવી હતી.
આરોપી નંબર-5 રાહુલ રાઠોડ
આરોપી રાહુલ રાઠોડે 47 રોકાણકારોને લઈને 40.75 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ 17.40 લાખના રોકડ વ્યવહાર કર્યા હતા.
આ પણ વાંચો…Ahmedabad થી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, ભીડને નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય
આરોપી નંબર-6 રણવીરસિંહ ચૌહાણ
કુલ 302 રોકાણકારોને 5.98 કરોડનું રોકાણ કરાવ્યું હતું.
આરોપી નંબર-7 મયુર દરજી
આરોપી મયુર દરજી 325 રોકાણકારોનું 8.72 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીએ રોકાણકારો પાસેથી આશરે ચાર કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવી હતી.