પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૦૨૩, લલિતા પંચમી
ભારતીય દિનાંક ૨૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૨૧-૦૩ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં ૨૧-૦૩ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૦ સ્ટા. ટા.,
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૨ (તા. ૨૦)
ઓટ: સવારે ક. ૦૮-૦૫, રાત્રે ક. ૨૦-૦૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પંચમી. લલિતા પંચમી, નતપંચમી (ઓરિસ્સા), વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૧-૦૩. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઈન્દ્રદેવતાનું પૂજન, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્રારંભ, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા, હજામત, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા.
નવરાત્રિ મહિમા: દેવીમા એટલે કે નિર્મળ ચેતના, આદિ શક્તિ, પોતે અનેક રૂપ ધારણ કરે છે. આમ નવરાત્રિનાં નવ રૂપનાં આજ રોજ સ્કંદમાતા સ્વરૂપનાં પૂજનનો મહિમા છે જે બુદ્ધિમત્તા, જ્ઞાનની દેવી છે. આત્મશક્તિના ત્રિગુણાત્મક ત્રણ રૂપ છે. સાત્ત્વિક રૂપ સરસ્વતી છે. રાજસી રૂપમાં લક્ષ્મી છે. તામસી રૂપમાં મા દુર્ગા છે. સરસ્વતી બુદ્ધિ, જ્ઞાનનાં દેવી છે. જે વૈભવથી પ્રભાવિત નથી થતી, રજોમય, લક્ષ્મી શ્રમ, ઊર્જા અને વૈભવ દાયિની છે. ઊર્જા, શ્રમ અને શ્રી લક્ષ્મીની સંપન્નતાથી રાષ્ટ્ર ભૌતિક, આધ્યાત્મિક આરોગ્યરૂપે પરમવિકાસ પ્રાપ્ત કરે છે. આચમન: બુધ-રાહુ પ્રતિયુતિ ઈર્ષ્યાળુ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કામમાં સતત પ્રવૃત્ત રહે, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અવ્યવહારું.ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ.ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button