ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા

પણજીઃ ગુરુવારે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની બાંગ્લાદેશ સામે જે પ્રથમ મૅચ રમાઈ એ દરમ્યાન બેટિંગ લેતા ગુજરાતના ત્રણ જણની ગોવાના એક ગામના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.
ભારતે આ મૅચ 21 બૉલ બાકી રાખીને છ વિકેટે જીતી લીધી હતી.
પોલીસે ભરોસાપાત્ર બાતમીને આધારે પણજી નજીકના પિલર્ની ગામ ખાતેના ભાડાંના બંગલા પર દરોડો પાડ્યો ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: જુગારના અડ્ડા પરથી 12 જણની ધરપકડ:બે પોલીસ સસ્પેન્ડ અને એકની ટ્રાન્સફર…
પોલીસને કાર્યવાહી દરમ્યાન ગુજરાતના ત્રણ માણસ બેટિંગ લઈ રહેલા મળી આવ્યા હતા. આ ત્રણ માણસોમાં 28 વર્ષના મકસુદ મોદન, પચીસ વર્ષના આસિફભાઈ જિયાઉદ્દીનભાઈ અને 20 વર્ષના રિઝવાન ભાશનો સમાવેશ હતો.
તેમની વિરુદ્ધ ગોવા, દમણ અને દીવ પબ્લિક ગૅમ્બલિંગ ઍક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સટ્ટા દરમ્યાન જે ચીજો ઉપયોગમાં લેવાઈ હતી એ જપ્ત કરાઈ હતી. એ ચીજોમાં ચાર મોબાઇલ ફોન, એક લૅપટૉપ, એક રાઉટરનો સમાવેશ હતો અને આ ચીજોનું મૂલ્ય 1.10 લાખ રૂપિયા હતું.