Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની એક્શન મોડમાં આવી છે. જેમાં એક તરફ સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં આપે અત્યાર સુધી પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને વિધાનસભામાં જાહેર કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે આપ દ્વારા ખોલવામાં આવેલા મહોલ્લા ક્લિનિક પર પ્રહાર કર્યા છે. તેમણે મહોલ્લા ક્લિનિક્ની તપાસના આદેશ આપ્યા છે. દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે કહ્યું કે મહોલ્લા ક્લિનિકના બહાને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં
મહોલ્લા ક્લિનિક ક્લિનિકનું નામ બદલાશે
સરકાર મહોલ્લા ક્લિનિકનું નામ બદલવા જઈ રહી છે. દિલ્હી સરકારે પરંતુ પહેલા તેની તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન તેમણે હવાની ગુણવત્તા સુધારવા અંગે તેમણે કહ્યું કે દિલ્હીના લોકોને શુદ્ધ પાણી પીવા અને શુદ્ધ હવા શ્વાસ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. આપ સરકારે આ વિશે કંઈ વિચાર્યું ન હતું. અમારી સરકાર આ અંગે કામ કરશે.
મોહલ્લા ક્લિનિક પાસેથી રિપોર્ટ માંગવામા આવ્યો
દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે કહ્યું કે મેં આજે બેઠક દરમિયાન વિભાગ પાસેથી માહિતી માંગી છે. જેમાં કેટલા મહોલ્લા ક્લિનિક ભાડા પર ચાલી રહ્યા છે અને કેટલા દિલ્હી સરકારની મિલકત પર છે. તેમજ કેટલા ટીન શેડમાં ચાલી રહ્યા છે અને કેટલા ચાલુ છે. તેમણે કહ્યું કે મારો અંદાજ અત્યાર સુધી 30 થી 40 ટકા મહોલ્લા ક્લિનિક છે જે ક્યારેય ખુલતા પણ નથી. આ આમ આદમી પાર્ટીના નેતાઓ માટે ફક્ત કમાણીનું સાધન હતું.
100 દિવસમાં દિલ્હી બદલાતી જોશો
પંકજ સિંહે વધુમાં કહ્યું કે, મહોલ્લા ક્લિનિકની ખામીઓને જોતા આમ આદમી પાર્ટીએ મહોલ્લા ક્લિનિકના નામે લોકો સાથે જે છેતરપિંડી કરી છે તેની તપાસ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે મહોલ્લા ક્લિનિકનું નામ બદલવામાં આવશે. કારણ કે અમે સરકારી મિલકત પર બનેલી ઇમારતમાં પૈસા રોકાણ કરીશું અને દિલ્હીના લોકોને શક્ય તેટલી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરીશું અને તમે 100 દિવસમાં દિલ્હી બદલાતી જોશો.