Dakor માં ફાગણી પૂનમ માટે તડામાર તૈયારીઓ શરૂ, સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં(Dakor) 14 માર્ચના રોજ ઉજવનારી ફાગણી પૂનમના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે. જેની માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના પગલે આજે ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
14 અને 15 માર્ચે ફાગણોત્સવની ઉજવણી
ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરે ફાગણી પૂનમ નિમિત્તે 14 અને 15 માર્ચે ફાગણોત્સવની ઉજવણી થશે. જ્યારે 10થી 15 માર્ચ દરમિયાન રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર દર્શન માટે આવશે.
આ પણ વાંચો…તાપી-કરજણ લીફ્ટ યોજનાનું કેટલું કામ થયું પૂરું? જાણો વિધાનસભામાં શું વિગત થઈ રજૂ…
સઘન પોલીસ બંદોબસ્ત
આ બેઠકમાં દર્શન માટે આવતા ભાવિકોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા. તેમજ ધક્કા મુક્કીના ના સર્જાય તે માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં મંદિર પ્રાંગણમાં તેમજ મંદિર પરિસરની બહાર પણ ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટે મોટા એલઇડી સ્ક્રીન મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
આ પણ વાંચો…Gujarat એસ.ટી. નિગમ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે
લાડુ-પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા
મંદિરમાં દર્શનાર્થે આવતાં પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિરના પગથિયા ચઢતી વખતે ભીડને લઈને ભક્તો પડી ન જાય તે માટે પગથિયા ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવીને કારપેટ પાથરવામાં આવી રહી છે. તેમજ મંદિરના લાડુ-પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.