બસમાં પુરુષો માટે રિઝર્વ્ડ સિટ્સઃ કર્ણાટકનો આ નિર્ણય બીજા રાજ્યોમાં પણ લાગુ થઈ શકે

મૈસૂર : એક સમયે પુરુષ પ્રધાન સમાજ હતો ત્યારે સ્ત્રીઓને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા, પરંતુ અમુક કારણોસર અમુક કાયદાઓ અને સુવિધાઓ માત્ર મહિલાઓ માટે હોય અને પુરુષોને તેનાથી હેરાનગતિ થાય તો થોડા વિચારની જરૂર છે. આવો વિચાર કરવો પડે તેવી એક ઘટના કર્ણાટકમાં બની છે.
કર્ણાટકના મૈસૂરની સિટી બસમાં પુરુષોને આરક્ષિત બેઠકો આપવામાં આવે તેવો આદેશ પાસ થયો છે.
અહીં મહિલાઓને બસની મુસાફરી મફત કરવામાં આવતા મોટી સંખ્યામાં મહિલાઓ બસમાં મુસાફરી કરે છે અને તેથી પુરુષો માટે બેસવાની જગ્યા જ રહેતી નથી. મહિલાઓની સિટ પર પુરુષો બેઠા હોય તો તેને ઉઠાડવામાં આવે છે અને અમુક શહેરોમાં દંડ પણ છે, જ્યારે પુરુષોની બેઠકો પર પણ મહિલાઓ બેસે છે, પરંતુપ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જોકે મહિલાઓની આરક્ષિત બેઠકો ઘણી જ ઓછી હોય છે.
(KSRTC) મૈસુર ડિવિઝનલ કંટ્રોલરે તાજેતરમાં ડ્રાઇવરો અને કર્મચારીઓને આ બાબત પર ધ્યાન આપવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ પુરૂષો માટે આરક્ષિત સીટો પર મહિલાઓ દ્વારા મુસાફરી કરવાના મુદ્દાના સંદર્ભમાં છે. તેમણે આદેશ કર્યો છે કે પુરુષ મુસાફરોને પણ બેસવાની જગ્યા મળી રહે તે માટે વ્યવસ્થા કરો.
આ પણ વાંચો : કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને જમીન કૌભાંડમાં મળી મોટી રાહત, લોકાયુક્તે શું કહ્યું?
જોકે ઘણા શહેરોમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસે છે અને કહેવા છતાં ન ઉઠતાાન દાખલા પણ છે. આ સાથે ભીડવાળી બસમાં પુરુષો દ્વારા મહિલાઓને અડપલાં કરવામાં આવતા હોવાના કિસ્સા પણ બને છે.
સરકાર કે તંત્ર પોતાના નિયમો બનાવે તે વાત અલગ છે, પરંતુ બસમાં બેસતા પ્રવાસીઓ પણ સમજીને મુસાફરી કરે તે જરૂરી છે.