UPI યુઝર્સને મોટો આંચકો, આ સેવા માટે ચૂકવવો પડશે અલગથી ચાર્જ

નવી દિલ્હી : દેશમાં વધતા ઓનલાઇન અને યુપીઆઈ(UPI)પેમેન્ટથી લોકોને સરળતા વધી છે. તેમજ સરકાર પણ ઓનલાઇન પેમેન્ટ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેમાં સામે આવેલી વિગતો મુજબ દેશની બીજી સૌથી મોટી યુપીઆઇ પેમેન્ટ કંપની ગૂગલ પે અનેક સેવાઓ માટે યુઝર્સ પાસેથી સર્વિસ ફી વસૂલી રહી છે. એક અખબારના અહેવાલ અનુસાર ગૂગલ પે યુઝર્સ પાસેથી હવે છૂપી રીતે ચાર્જ વસૂલે છે જે પહેલા ફ્રી હતી.
બિલની ચુકવણી પર યુઝર્સ પાસેથી ફી વસૂલી રહી કંપની
એક અહેવાલ અનુસાર ગુગલ પે વીજળી, ગેસ સહિતના બિલની ચુકવણી પર યુઝર્સ પાસેથી ફી વસૂલી રહી છે. જેમાં
ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને વીજળી અને ગેસ બિલ ચૂકવનારા વપરાશકર્તાઓ પાસેથી હવે ફી વસૂલવામાં આવી રહી છે. આ ઉપરાંત યુપીઆઇ પેમેન્ટ કંપનીઓ પહેલાથી જ મોબાઇલ રિચાર્જ માટે ફી વસૂલ કરી રહી છે. ગુગલ પે ઉપરાંત, ફોનપે અને પેટીએમ પણ ગ્રાહકો પાસેથી ફી વસૂલ કરી રહ્યા છે. આ ફી વ્યવહાર મૂલ્યના 0.5 ટકા થી 1 ટકા સુધીની હોઈ શકે છે. આ સેવાઓ માટે જીએસટી પણ ચૂકવવો પડશે.
ફી ફક્ત કાર્ડ દ્વારા ચુકવણી પર ચૂકવવાની રહેશે
ગુગલ પે વિવિધ પ્રકારની બિલ ચુકવણી સુવિધાઓ પૂરી પાડે છે. જોકે, આ પ્લેટફોર્મ પર ઘણી ચુકવણીઓ માટે કાર્ડ દ્વારા ચુકવણી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. જો ગુગલ પે યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવે છે, તો તેમણે ફી પણ ચૂકવવી પડશે. જોકે, જો તેઓ યુપીઆઇ લિંક્ડ બેંક ખાતામાંથી સીધા ચુકવણી કરે છે તો તેમને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
આ પણ વાંચો : સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી
ભારતમાં યુપીઆઇ સેવાઓ પૂરી પાડતી મોટી કંપનીઓની યાદીમાં ફોન-પે પ્રથમ સ્થાને છે. જેનો કુલ માર્કેટ શેર 47.8 ટકા છે. જ્યાર ગુગલ પે 37 ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે