આજથી પતિ-પત્ની નથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા, પોસ્ટ શેર કરી કહ્યું કે…

લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સને લઈને જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી હતી અને આખરે ગઈકાલે સાંજે બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેના ડિવોર્સને મંજૂરી આપી દીધી હતી. હવેથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પતિ-પત્ની રહ્યા નથી. આ બધા વચ્ચે બંને જણ સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ છે અને વિચિત્ર પોસ્ટ કરીને ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે.

ડિવોર્સ બાદ ગઈકાલે એટલે કે ગુરુવારે જ ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવી પોસ્ટ શેર કરી છે કે જેને કારણે બધાની નજર તેની પોસ્ટ પર અટકી ગઈ છે. ધનશ્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ રહી છે. આ પોસ્ટ ધનશ્રીએ ડિવોર્સ થયાના થોડાક કલાકો બાદ કરી છે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું છે ધનશ્રીએ પોતાની પોસ્ટમાં-
ધનશ્રીની વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે તાણથી ધન્ય થવા સુધી. શું એ આશ્ચર્ચયજનક નથી કે કઈ રીતે પરેશ્વર આપણી ચિંતાઓ અને પરિક્ષણોને આશિર્વાદમાં બદલી શકે છે? જો તમે કોઈ વાતને લઈને તણાવમાં છો તો જાણી લો કે તમારી પાસે એક વિકલ્પ છે. તમે કાં તો ચિંતા કરી શકો છો કાં તો પરમેશ્વરને બધુ સોંપી શકો છો. દરેક બાબતમાં તમે પ્રાર્થના કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિશ્વાસ રાખવામાં શક્તિ છે કે પરમેશ્વર તમારી ભલાઈ માટે તમામ સમસ્યાઓ પર એક સાથે કામ કરી શકે છે.
ધનશ્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર જાત જાતની ટિપ્પણીઓ આપી રહ્યા છે. આ પોસ્ટને ધનશ્રી વર્માએ પોતાની સ્ટોરી પર શેર કરી છે. ધનશ્રી વર્મા આ પોસ્ટના માધ્યમથી શું કહેવા માંગે છે એને લઈને ફેન્સ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકો આ પોસ્ટને ડિવોર્સ સાથે જોડીને જોઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધનશ્રી અને ચહલના ડિવોર્સને લઈને જાત-જાતની વાતો થઈ રહી હતી. પરંતુ ગઈકાલે બંને બાંદ્રા ફેમિલી કોર્ટમાં સાથે જોવા મળ્યા હતા અને એવું કહેવાઈ રહ્યું છે કે 45 મિનિટના કાઉન્સેલિંગ સેશન બાદ કોર્ટે બંનેના ડિવોર્સનો ઓફિશિયલી મંજૂરી આપી દીધી છે. યુઝવેન્દ્ર અને ધનશ્રીએ ચાર વર્ષ પહેલાં એટલે કે 11મી ડિસેમ્બર, 2020માં લગ્ન કર્યા હતા, અને આ એક પ્રાઈવેટ સેરેમની હતી.