‘શરદ પવાર અમારા નેતા છે’, સંજય રાઉતના બદલાયા સૂર

મુબઇઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના નેતા સંજય રાઉતને હંમેશા ઉલ્ટી સીધી વાતો કરીને વિવાદમાં રહેવાની આદત છે. થોડા દિવસ પહેલા શરદ પવારે દિલ્હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું ‘મહાદજી શિંદે ગૌરવ પુરસ્કાર’ આપી સન્માન કર્યું હતું. જોકે, તેમની આ પહેલ સંજય રાઉતને પસંદ નહોતી આવી અને NCPના પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું હતું. પણ હવે તેમના સૂર કંઇક બદલાયેલા જોવા મળી રહ્યા છે. હવે તેમણે શરદ પવારની તુલના મરાઠા સેનાપતિ મહાદજી શિંદે સાથે કરી છે.
મહાદજી શિંદે મરાઠા સેનાપતિ હતા. મહાદજી શિંદેએ 18મી સદીમાં દિલ્હી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. હાલમાં એક પુસ્તક વિમોચન માટે આયોજિત સમારંભમાં શરદ પવાર સાથે મંચ શેર કરતા રાજ્યસભાના સાંસદ રાઉતે એનસીપી (SP)ના અધ્યક્ષની પ્રશંસા કરી હતી અને તેમને એવા નેતા ગણાવ્યા હતા જેને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માગે છે.
આ પણ વાંચો : સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
શરદ પવાર અમારા વિરોધી નથી
નીલેશ કુમાર કુલકર્ણી લિખીત પુસ્તક ‘સંસદ તે સેન્ટ્રા વિસ્ટા’ના વિમોચન બાદ રાઉતે જણાવ્યું હતું કે શરદ પવાર અમારા વિરોધી નથી. તેઓ અમારા માર્ગદર્શક અને નેતા છે તેઓ મહાદજી શિંદે છે. મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીના કિંગમેકર હતા. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ અહીં કાયમી રીતે સ્થાયી થવા આવે છે તે તે એમ કરી શકતો નથી. દિલ્હી પરિવર્તનનું શહેર છે. આજે દિલ્હી પર રાજ કરનારાઓને પણ પાછા ફરવું પડશે. કેટલાક લોકો ગુજરાત પાછા ફરશે અને રાજસ્થાનના લોકો રાજસ્થાન પાછા ફરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિશ્વાસઘાત અને કાવતરાં દિલ્હીના જીવનનો ભાગ છે.