Mere Husband ki Biwi review: ફિલ્મનું સરપ્રાઈઝ એલિમેન્ટ તમને સરપ્રાઈઝિંગલી એન્ટરટેઈન કરશે પણ…

70થી 80 ના દાયકામાં જીતેન્દ્ર જયાપ્રદા અને શ્રીદેવી કે ક્યારેક જીતેન્દ્ર રેખા અને મૌશ્મી ચેટરજી કે તે પહેલા રાજેન્દ્ર કુમાર અને સાધનાની ફિલ્મોમાં લવ ટ્રાયેંગલ જોવા મળતા. એક હીરો બે હીરોઈન કે બે હીરો એક હીરોઈન બોલીવૂડની એવરગ્રીન હીટ ફોર્મ્યુલા તે સમયમાં માનવામાં આવતી હતી. આજે પણ ક્યારેક આવી ફિલ્મો બની જાય છે અને લોકોને ગમે પણ છે.
Also read : Viral Video: જાણીતી એક્ટ્રેસે સેલ્ફીના બદલામાં માંગી એવી વસ્તુ કે…

Mere Husband ki Biwi movie review
આવી જ એક ફિલ્મ થિયેટરોમાં આજે રિલિઝ થઈ છે. છાવા ફિલ્મની દહાડ વચ્ચે ફિલ્મ કેટલી સફળ થશે તે અલગ વાત છે, પરંતુ ફિલ્મ સરપ્રાઈઝિંગલી એન્ટરટેઈનર છે અને વન ટાઈમ વૉચ છે.
શું છે ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા જૂની જ છે, પરંતુ નવી રીતે કહેવાતા ફ્રેશ લાગે છે. એક પુરુષના જીવનમાં એકસાથે બે સ્ત્રી આવે છે. એક તેની નાનપણની મિત્ર છે અને બીજી તેની પત્રકાર પત્ની. જોકે પુરુષ લગ્નજીવનથી નિરાશ છે અને છુટ્ટાછેડા લેવાની તૈયારીમાં છે ત્યારે જ નાનપણની મિત્ર પ્રેમિકા બનીને આવે છે, પરંતુ પછી વાર્તા કંઈક અલગ દિશામાં આગળ વધે છે. આ બન્ને સ્ત્રીઓ વચ્ચે પિસાતા પુરુષની વાત ફિલ્મ છે. ફિલ્મની સૌથી મોટી ખામી તેનું શિર્ષક કહી શકાય. શિષર્ક વાંચીને જ સમજી શકાય કે ફિલ્મમાં શું હશે આથી ફિલ્મ જોવાનો વિચાર ઘણા માંડી વાળે. ખૈર, ફિલ્મ મનોરંજન આપતી હોવાથી જે જોશે તેમને ગમશે.
કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
ફિલ્મ વાસુ ભગનાનીની છે અને તેમની પુત્રવધુ રાકુલ પ્રીત ફિલ્મની હીરોઈન છે. આ સાથે છે અર્જુન કપૂર, ભૂમિ પેંડણેકર, હર્ષ ગુજરાલ અને અન્ય કલાકારો જેમાં શક્તિ કપૂર પણ છે. આ ફિલ્મ બીજાને ફળ કે નહીં પણ અર્જુન કપૂરને ફળશે. અંકુર ચઢ્ઢાના રોલમાં અર્જુને સારું કામ કર્યું છે અને લગભગ પહેલીવાર સાબિત કર્યું છે કે તેને એક્ટિંગ આવડે છે અને તે ફિલ્મી પરિવારનો નબીરો માત્ર નથી. રકુલ પ્રીત પ્રિટી લાગે છે અને તેણે કામ પણ સારું કર્યું છે. ભૂમિના કામમ પહેલા તો લૂકની વાત કરીએ તો પ્લાસ્ટિક સર્જરી બાદ ટ્રોલ થયેલી ભૂમિ ખરેખર ભૂમિ નથી લાગતી.
પોતાની પહેલી ફિલ્મ દમ લગાકે હૈશા બાદ ભૂમિ એક સારી કલાકાર તરીકે ખિલશે અને રૂપકડી બની નહીં રહે તેમ લાગતું હતું, પરંતુ ભૂમિએ તે કેટેગરીમાં આવવા પહેલા વજન ઉતાર્યું અને હવે સર્જરી કરાવતા તે ઓરિજનલ નથી લાગી રહી. ફિલ્મમાં તેની એક્ટિંગ પણ ઠીકઠાક છે. ફિલ્મ સારી રીતે ચાલતી હોય ત્યારે રોડ બ્લોકની જેમ હર્ષ ગુજરાલને શું કામ નાખ્યો છે તે સમજાતું નથી. શક્તિ કપૂર અને અનિતા રાજ અસર છોડી જાય છે, પરંતુ હર્ષ ગુજરાલ ખૂબ જ ચીલાચાલુ લાગે છે.
નિર્દેશનની વાત કરીએ તો મુદ્દસર અઝીઝે ઘણું સારું કામ કર્યું છે. ફિલ્મની ખામીઓ ઢાંકી તેણે ફિલ્મને એક ફ્લોમાં રાખવાની પૂરી કોશિશ કરી છે. સ્ટોરી ટેલિંગ અને સસ્પેન્સ ફિલ્મને તાજગી આપે છે. જો ફિલ્મ હજુ 15 મિનિટ જેટલી એડિટ કરી નાખી હોત તો વધારે મજા આવી હોત. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે.
Also read : હેં, શું Amitabh Bachchan-Rekhaએ કરી લીધા હતા સિક્રેટ વેડિંગ? શું છે સ્ટોરી?
હાલમાં તો વિકી કૌશલની છાવા ફિલ્મના 10થી 15 જેટલા શૉ મલ્ટિપ્લેક્સમાં ચાલી રહ્યા છે, પણ જો તમને પિરિયોડિકલ ફિલ્મ ન જોવી હોય અથવા તમારે માત્ર મજા કરવા માટે ફિલ્મ જોવી હોય તો Mere Husband ki Biwi is a good option.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3/5