અલગ અલગ બીમારીઓથી પીડિત છે ધનંજય મુંડે, પોસ્ટ કરી શેર કરી Bell’s palsy વિશે માહિતી…

મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડે અનેક આક્ષેપોથી ઘેરાયા છે અને તેમને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે, જેના જવાબ આપવા તેો અસમર્થ છે. એવામાં મહારાષ્ટ્રના મંત્રી અને અજિત પવારની એનસીપીના નેતા ધનંજય મુંડેએ હાલમાં એવો ખુલાસો કર્યો હતો કે તેઓ Bell’s palsy નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેમણે બોલવાની ક્ષમતા પર અસર પડી છે. તેમની વાચા હણાઇ ગઇ છે. આ રોગને કારણે તેઓએ કેબિનેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું છોડી દીધું છે.
Also read : હવે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે ‘આ’ સુવિધાનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો
ધનંજય મુંડેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને ખાતરી આપી છે કે તેઓ આ બીમારીમાંથી સ્વસ્થ થઈને શક્ય તેટલી વહેલી તકે જાહેર સેવામાં પાછા ફરવા માટે પ્રતિબદ્ધ છે. તેમની આંખોની સર્જરી પણ લગભગ 15 દિવસ પહેલા થઈ હતી અને તેમને તેજસ્વી સૂર્યના કિરણો ધૂળ અને સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે હાલમાં ધનંજય મુંડે વિવાદોમાં ફસાયેલા છે. તેઓ બીડ જિલ્લામાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અંગે ખંડણીના અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના નજીકના સાથી વાલ્મિક કરાડની ધરપકડ થઇ ત્યારથી તેઓ ટીકાપાત્ર બન્યા છે. મુંડેએ જણાવ્યું છે કેૈ સરપંચ સાથે તેમનો કોઇ સંબંધ નથી. તેમણે ભ્રષ્ટાચારના આરોપોને પણ નકારી કાઢ્યા છે, પણ તેઓ પત્રકારો સાથે વાત કરવાનું ટાળે છે. અગાઉ મુંડેએ તેમની આઁખની સર્જરીનું બહાનું આપ્યું હતું અને પત્રકારો સાથે વાતચીત ટાળી હતી.
મુંડેએ જણાવ્યું હતું કે તેઓ 10 ફેબ્રુઆરીએ કામ પર પાછા ફરશે. તેમની સર્જરી મુંબઇના જાણીતા આંખ રોગના નિષ્ણાંત તાત્યારાલ વ્હાણેની ખાનગી હૉસ્પિટલમાં કરવામાં આવી હતી. આઁખની સર્જરી બાદ સ્વસ્થ થઇને પાછા ફર્યાને તેમને થોડા જ દિવસ થયા છે, ત્યાં હવે તેમને બીજી દુર્લભ બીમારી થઇ છે.
Also read : સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
Bell’s palsy શું છે
બેલ્સ પાલ્સી એ ચહેરાના સ્નાયુઓની બીમારી છે, જેમાં ચહેરાને લકવો થઇ જાય છે. ચહેરાના સ્નાયુઓમાં નબળાઇ આવી જાય છે અને ન્યુરોલોજિકલ ડિસઑર્ડરમાં ચહેરાના કેટલાક ભાગમાં લકવો થવાથી પીડિત દૈનિક પ્રવૃતિ કરવામાં પણ ભારે મુશ્કેલી અનુભવે છે. જોકે, આવી સ્થિતિ અસ્થાયી હોય છે અને કેટલાક દિવસો કે અઠવાડિયામાં પીડિત ઠીક થઇ જાય છે. જોકે, Bell’s palsy થવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ તે વાયરલ ચેપ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, નર્વસ સિસ્ટમની સમસ્યાઓ વગેરે કારણોથી થઇ શકે છે. ડાયાબિટીઝના દર્દીઓ અને અસ્થમાના દર્દીઓને પણ Bell’s palsy થઇ શકે છે.