ભારતમાં અમેરિકાન બોર્બોન વ્હિસ્કી સસ્તી થશે; ભારતીય કંપનીએ પણ બનાવ્યો આવો પ્લાન

મુંબઈ: ભારતમાં લિકર માર્કેટ ઝડપથી વધી વિસ્તરી રહ્યું છે, વેપારની વિશાળ શક્યતાને જોતા વિદેશની લીકર કંપનીઓ ભારતમાં રસ (Indian liquor market) દાખવી રહી છે. તાજેતરમાં ભારતે અમેરિકાથી આયાત બોર્બોન વ્હિસ્કી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 50 ટકા (Import Duty on Bourbon Whisky) કરી છે. એવામાં ભારતીય કંપનીઓએ અમેરિકાની બોર્બોન વ્હિસ્કી સામે સ્પર્ધા કરવા મોટી યોજના બનાવી છે, ભારતીય કંપનીઓ મોટું રોકાણ કરશે.
અહેવાલ મુજબ United Breweries, AB InBev અને Carlsburg જેવી ભારતની પ્રમુખ લિકર કંપનીઓ વર્ષ 2025 માં રૂ. 3,500 કરોડથી વધુનું રોકાણ કરશે. છેલ્લા દાયકામાં આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું રોકાણ હશે. ભારતીય કંપનીઓ પણ વિદેશી દારૂની સસ્તી આયાત અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે અને સરકારને પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
અમેરિકન બોર્બોન વ્હિસ્કી સસ્તી થશે:
અમેરિકા સાથેના વેપાર કરારના ભાગરૂપે ભારતે બોર્બોન વ્હિસ્કી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 50 ટકા કરી છે. આ ઉપરાંત, વાઇન અને અન્ય લિકર પરની ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે. જેનાથી ભારતમાં અમેરિકન દારૂ સસ્તો થશે અને માંગ વધશે, જેને કારણે ભારતીય કંપનીઓ સામે પડકર ઉભો થશે. ભારતે ઓસ્ટ્રેલિયન વાઇન પરની ડ્યુટી પણ ઘટાડી છે. આ ઉપરાંત બ્રિટન, યુરોપિયન યુનિયન અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સ્થળોએથી આયાત દારૂ પર પણ ડ્યુટી ઘટાડવાની માંગ થઈ રહી છે.
Also read: હેલ્થ લીકર પરમિટ માટે હવે ‘લાઇન નહીં, ઓન્લી ઓનલાઈન
ભારતનું લિકર માર્કેટ:
એક અહેવાલ મુજબ, 2021 માં ભારતીય લીકર ઇન્ડસ્ટ્રી લગભગ $52.4 બિલિયનની હતી. તે 2025 સુધીમાં $64 બિલિયન સુધી પહોંચી શકે છે. આનાથી ભારત ગ્લોબલ લિકર માર્કેટમાં પાંચમો સૌથી મોટો ફાળો આપનાર દેશ બની શકે છે.
ભારતીય લિકર ઇન્ડસ્ટ્રી દર વર્ષે સરકારને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક આપે છે. આ ઉપરાંત, તે ખેડૂતો, કોલ્ડ્રીંક એન્ડ ફૂડ, ટુરીઝમ અને પેકેજિંગ જેવા ઘણા સેક્ટરમાં રોજગારીનું સર્જન પણ કરે છે. ભારતનો વધી રહેલો મધ્યમ વર્ગ અને યુવાનોનો દારૂ પ્રત્યેનો ઝુકાવને કારણે ઇન્ડસ્ટ્રી વધી રહી છે . જોકે, ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી નીતિઓ વિદેશી કંપનીઓ માટે પડકાર બની શકે છે. ભારતીય કંપનીઓ પાસે મજબૂત બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. વિદેશી કંપનીઓને માર્કેટમાં ભારતીય કંપનીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.
વિદેશમાં ભારતના દારૂની માંગ:
ભારતીયમાં ઉત્પાદિત દારુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઝડપથી ઓળખ મેળવી રહ્યો છે. સરકારનું લક્ષ્ય આગામી થોડા વર્ષોમાં $1 બિલિયનની નિકાસ કરવાનું છે. 2023-24માં ભારતની દારૂની નિકાસ 2200 કરોડ રૂપિયાથી વધુ હતી. મુખ્યત્વે યુએઈ, સિંગાપોર, નેધરલેન્ડ અને કેટલાક આફ્રિકન દેશોમાં ભારતની દારૂના દારૂની નિકાસ કરવામાં આવે છે.