તાપી-કરજણ લીફ્ટ યોજનાનું કેટલું કામ થયું પૂરું? જાણો વિધાનસભામાં શું વિગત થઈ રજૂ…

Gandhinagar News: હાલ ગુજરાતનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જળ સંપત્તિ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે.
Also read : ગુજરાતમાં Cyber Security ને પ્રાધાન્ય અપાશે, આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ
આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં પ્રધાન મુકેશભાઈ પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે.
જેમાં ૨૧૨ મીટર ઊંચાઈ સુધી પાણી લીફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના ૭૩ ગામોમાં ૫૩,૭૪૮ એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોમાં ૩૫,૯૪૬ એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોમાં ૧૭,૮૦૨ એકર વિસ્તારનો સમાવેશ થાય છે.
Also read : Gujarat Budget 2025: રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવાશે, સૌરાષ્ટ્રનું થશે ‘કલ્યાણ’
તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી ૯૯ હયાત ચેકડેમ તેમજ ૪ નવા ચેકડેમો મળી કુલ ૧૦૩ ચેકડેમોમાં પાણી ભરવામાં આવશે. આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું ૭૦% કામ પૂર્ણ થયું છે.