48 કલાકમાં જ અજીત પવારની એનસીપીમાં જોડાનારા નેતાનો યુ ટર્ન, આ નેતા પર લગાવ્યા ગંભીર આરોપ…

મુંબઇઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી મહા વિકાસ આઘાડીના નેતાઓ મોટી સંખ્યામાં મહાયુતિમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહા વિકાસ આઘાડીમાંથી મહાયુતિમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઠાકરે જૂથમાંથી શિંદે જૂથમાં આવનારા નેતાઓનો પણ ધસારો થયો છે. દરમિયાન બે દિવસ પહેલા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથમાં જોડાયેલા જીતેન્દ્ર આવ્હાડના વિશ્વાસુ નેતા શરદચંદ્ર પવારની પાર્ટીમાં પાછા ફર્યા છે. બે દિવસ પહેલા જ તેઓ અજિત પવારની પાર્ટીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું.
Also read : ‘ઓપરેશન ટાઈગર’ને રોકવા માટે ઉદ્ધવ ઠાકરેએ બનાવ્યો આ પ્લાન, જાણો શું છે યોજના?
અભિજીત પવારની સાથે હેમંત વાની પણ અજીત પવાર જૂથમાં જોડાયા હતા પરંતુ હવે અભિજીત પવાર તેમના શરદ પવાર એનસીપી જૂથમાં પરત ફર્યા છે. અભિજીત પવારે ખુલાસો કર્યો છે કે તેમના પર અજિત પવાર જૂથમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નઝિમ મુલ્લાએ તેમને અજિત પવારની પાર્ટીમાં જોડાવા માટે બ્લેકમેલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે હું આવા બ્લેકમેલનો શિકાર નહીં બનું. મારી ભૂલ થઈ ગઈ, પણ એ સમયે હું તણાવમાં હતો. અભિજીત પવાર ફરી એકવાર શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીમાં પાછા ફર્યા છે.
Also read : સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
અભિજીત પવાર કોણ છે
અભિજીત પવારને જીતેન્દ્ર આવ્હાડના નિકટના સાથે માનવામાં આવે છે. તેવો આવ્હાડના વિશ્વાસુ તરીકે જાણીતા છે. બે દિવસ પહેલા જ તેઓ અજીત પવારના જૂથમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ શરદ પવારના જૂથમાં પાછા ફર્યા છે.