નેશનલ

USAથી 50 ભારતીય ડિપોર્ટી પનામા પહોંચી ગયા! કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસમાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને તેમના વતન પરત મોકલી રહ્યું (Illegal immigrants deportation from US ) છે. ભારત મોકલવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કથિત દુર્વ્યવહારનો મુદ્દો હાલ ભારતના રાજકારણમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારની ખુબ ટીકા થઇ રહી છે. વિપક્ષે સંસદમાં આ બાબતે હોબાળો પણ મચાવ્યો હતો. એવામાં 50 ભારતીય નાગરિકોને યુએસથી મધ્ય અમેરિકાના દેશ પનામા (Indian immigrants in Panama) મોકલવામાં આવતા વિપક્ષે વધુ ઉગ્ર રીતે સવાઓ ઉઠાવ્યા છે. ગુરુવારે કોંગ્રેસે ભારત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

અહેવાલ મુજબ યુએસ સરકાર દ્વારા 299 ઇમિગ્રન્ટ્સને પાનામા મોકલવામાં આવ્યા હતાં. આ ઇમિગ્રન્ટ્સ સાથે ભારતીયો ઇમિગ્રન્ટ્સનું એક જૂથ પનામા પહોંચી ગયું હતું.

Also read:ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર શું બોલ્યા જયશંકર

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને X પર પોસ્ટ કરીને લખ્યું, “અમે વિચાર્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોને સન્માન સાથે ભારત પાછા મોકલવામાં આવશે. જ્યારે તેમને ખૂબ જ અમાનવીય અને અપમાનજનક રીતે વતન મોકલવામાં આવ્યા. હવે એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય નાગરિકોને પનામામાં દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ શું ચાલી રહ્યું છે?”

ભારત સરકારે શું કહ્યું?

ભારત સરકારે જણાવ્યું હતું અમેરિકાથી પનામાના પહોંચેલા ભારતીયો સુરક્ષિત છે. સરકારે કહ્યું કે અમે પનામાના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા રહ્યા છીએ. પનામામાં ભારતીય દૂતાવાસે X પર પોસ્ટ કરી લખ્યું “પનામાના અધિકારીઓએ અમને જાણ કરી છે કે ભારતીયોનું એક જૂથ અમેરિકાથી પનામા પહોંચી ગયું છે. તેઓ બધી આવશ્યક સુવિધાઓ સાથેની હોટેલમાં સલામત છે. દૂતાવાસની ટીમે કોન્સ્યુલર એક્સેસ મેળવી લીધો છે. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાનામા સરકાર સાથે કામ કરી રહ્યા છીએ.”

પનામાના બનશે બ્રીજ કન્ટ્રી:

નોંધનીય છે કે પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ જાહેર કયું હતું કે, યુએસથી ડીપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ માટે પનામા “બ્રીજ” કન્ટ્રી બનશે. આ અંગે સંમતિ મળ્યા બાદ ગયા અઠવાડિયે ત્રણ યુએસ ફ્લાઇટ પાનામા પહોંચી હતી. અહેવાલમાં મુજબ પનામામાં ઉતરેલા 299 ઇમિગ્રન્ટ્સમાંથી ફક્ત 171 લોકો તેમના મૂળ દેશોમાં પાછા ફરવા તૈયાર થયા હતાં.

તેમના દેશોમાં પાછા ફરવાનો ઇનકાર કરનારા 98 ઇમિગ્રન્ટ્સને પનામાના ડેરિયન પ્રાંતના એક કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. મુલિનોના જણાવ્યા અનુસાર, પાનામા પહોંચેલા ઇમિગ્રન્ટ્સમાં અફઘાનિસ્તાન, ચીન, ભારત, ઈરાન, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તુર્કી, ઉઝબેકિસ્તાન અને વિયેતનામના લોકોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button