ગુજરાતમાં 159 PSI ને પરીક્ષા વગર જ PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન, જુઓ લિસ્ટ

અમદાવાદઃ રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે. 159 પીએસઆઈ (PSI)ને પીઆઈ (PI) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. બઢતી બાદ તમામને મૂળ જગ્યાએ યથાવત્ રાખવામાં આવ્યા છે. તમામને પરીક્ષા વગર જ પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે, અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.
પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન મેળવનારા પોલીસ અધિકારીનું લિસ્ટ
તાજેતરમાં સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા 711 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. સુરત શહેર યુનિટ ખાતે એક જ સ્થળે પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા તેમજ રૂબરૂ રજૂઆત (ઓડલી રૂમ)માં કરેલી વિનંતી અનુસાર પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિતમાં જે-તે પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી નિમણૂક આપવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે બદલીનો આદેશ કર્યો હતો.
Also read: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૫૩૮ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન
થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 14,283 પદો માટે મોટી ભરતી જાહેર કરી હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025થી આ ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી થશે. ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ સુઓ મોટો પીઆઈએલના સંદર્ભમાં રાજ્ય સરકારે પોલીસ ભરતી માટે ઈ-કૅલેન્ડર બહાર પાડ્યું હતું.