
મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરી એકવાર રેડ સિગ્નલમાં ખુલ્યું (Indian Stock Market Opening) છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ SENSEX 123.35 પોઈન્ટના ઘટાડા સાથે 75,612.61 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો NIFTY ઇન્ડેક્સ 55.95 પોઈન્ટના ઘટાડા સાથે 22,857.20 પોઈન્ટ પર ખુલ્યો.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 9 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે 20 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા અને 1 કંપનીનો શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને 30 કંપનીઓના રેડ સિગ્નલમાં ઘટાડા સાથે ખુલ્યા. આજે સેન્સેક્સમાં ઝોમેટોના શેર સૌથી વધુ 0.68 ટકાના વધારા સાથે ખુલ્યા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.70 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
Also read: રોકાણકારોને રાહત! ફ્લેટ શરૂઆત બાદ શેરબજારમાં તેજી; આ સેક્ટરમાં મોટો વધારો
સેન્સેક્સના શેરોએ આવું શરૂઆત કરી:
સેન્સેક્સમાંમાં લીસ્ટેડ સન ફાર્માના શેર 0.53 ટકા, TCS 0.39 ટકા, HCL ટેક 0.35 ટકા, ટાટા સ્ટીલ 0.22 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.13 ટકા, ઈન્ફોસિસ 0.09 ટકા, ITC 0.04 ટકા અને ટાઇટન 0.01 ટકાના વધારા સાથે ખુલ્યા. જ્યારે ICICI બેંકના શેર 0.75 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.59 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.50 ટકા, પાવર ગ્રીડ 0.38 ટકા, એક્સિસ બેંક 0.37 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.36 ટકા, NTPC 0.35 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.30 ટકા, ટાટા મોટર્સ 0.28 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.25 ટકા, ટેક મહિન્દ્રા 0.25 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.23 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.